આ દારુડિયા વાંદરાને થઇ જનમટિપની સજા, કારણ છે જોરદાર, જાણો તમે પણ

અહીંયા દારૂડિયા વાંદરાને આપવામાં આવી જનમટીપની સજા, કર્યો હતો આ ગુનો, હવે જેલના સળીયા પાછળ વીતશે આખી જિંદગી.

શુ તમે ક્યારેય કોઈ વાંદરાને જન્મટીપની સજા મળી એવું સાંભળ્યું છે. જો તમે નથી સાંભળ્યું તો આજે અમે તમને જણાવીશું કે આખરે કેવી રીતે અને ક્યાં કારણોસર એક વાંદરાને જનમટીપની સજા થઈ. દારૂની આદત ધરાવતો અને ખૂબ જ ખૂંખાર થઈ ચુકેલો આ વાંદરો આ સમયે કાનપુરના પ્રાણી સંગ્રહાલયમાં સજા કાપી રહ્યો છે. 250થી વધુ લોકોને કરડી ચુકેલા આ વાંદરાને આ સજા મળી છે કે એ પોતાની બાકીની જિંદગી સળીયા પાછળ વિતાવે.

કાનપુર પ્રાણી સંગ્રહાલયના હોસ્પિટલ પરિસરમાં એક વાંદરો પિંજરામાં કેદ છે. આ વાંદરાનું નામ કલુઆ છે. આને મિર્ઝાપુરથી પકડીને અહીં લાવવામાં આવ્યો છે. મિર્ઝાપુરમાં આ વાંદરો ખૂબ જ આતંક મચાવતો હતો. એવી સ્થિતિ આવી ગઈ હતી કે એક આંકડા મુજબ આ વાંદરાએ 250થી વધુ લોકોને કરડી લીધા હતા. એમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું. વાંદરાના વધતા ત્રાસને કારણે એને પકડવા માટે વન વિભાગ અને પ્રાણી સંગ્રહાલયની ટિમ લાગી ગઈ હતી. ઘણી મુશ્કેલીઓ બાદ વન વિભાગની ટીમે વાંદરાને પકડી લીધો.

3 વર્ષ સુધી આઇસોલેશનમાં રહ્યો આ વાંદરો.

image source

મિર્ઝાપુરમાં આ વાંદરાને પકડ્યા પછી એને કાનપુર પ્રાણી ઉદ્યાનમાં મોકલી દેવામાં આવ્યો. જ્યાં એને ઘણા સમય સુહી આઇસોલેશનમાં રાખવામાં આવ્યો. પિંજરામાં કેદ આ વાંદરાની ગતિવિધિઓને ડોકટર અને વિશેષજ્ઞ 3 વર્ષથી ઓબ્સેર્વ કરી રહ્યા છે પણ એના વ્યવહારમાં હજી સુધી કોઈ જ સુધારો જોવા મળ્યો નથી. અને એ જ કારણે આ વાંદરાને આખી જિંદગી પિંજરામાં જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દારૂની આદત છે આ વાંદરાને.

image source

મિર્ઝાપુરમાં આ વાંદરાને એક તાંત્રિકે પોતાની પાસે ઉછેર્યો હતો જે પોતે દારૂડિયો હતો જ અને એ આ વાંદરાને પણ દારૂ પીવડાવતો હતો. તાંત્રિકના મૃત્યુ પછી આ વાંદરાએ તોફાન મચાવવાનું શરૂ કરી દીધું. પ્રાણી સંગ્રહાલયના ડોકટર મો નાસિરે કહ્યું કે કલુઆને અહીંયા લાવે ત્રણ વર્ષ વીતી ગયા છે. ત્યારથી જ એ પિંજરામાં કેદ છે. આટલા દિવસ સુધી એકલા રહ્યા પછી પણ એની આડતોમાં જરાય સુધારો નથી દેખાઈ રહ્યો.

જંગલમાં છોડી મુકવો સંભવ નથી.

image source

ડોકટર મો નાસિરે જણાવ્યું કે વાંદરાની સરેરાશ ઉંમર 10 વર્ષની હોય છે. આ વાંદરાને જંગલમાં છોડી મુકવો સંભવ નથી જણાઈ રહ્યું. એવી આશંકા છે કે એને જંગલમાં છોડી મૂકીએ તો એ ફરી માણસોની વચ્ચે આવી જશે અને લોકોને નુકશાન પહોંચાડશે. એટલા માટે એને હવે આમ જ પિંજરામાં જ રાખવો પડશે.