જો તમને પણ આવી આદતો છે તો આજથી જ છોડી દેજો નહિ તો કરવો પડશે સામનો અનેક સમસ્યાઓનો…

કહેવાય છે ને કે કોઈપણ વ્યક્તિને તેના ભાગ્યમાં હોય તેટલું જ સુખ મળે છે. ભાગ્યમાં જેટલા દુ:ખના દિવસો લખ્યા હશે તેટલી સમસ્યા ભોગવવી જ પડે છે. જ્યારે ભાગ્યનું પાસું પલટે છે ત્યારે જ સુખનો વરસાદ થાય છે. પરંતુ ક્યારેક લોકો પોતાના ભાગ્યને દુર્ભાગ્યમાં જાતે જે બદલી દેતાં હોય છે. જી હાં આમ કરવાની કોઈપણ વ્યક્તિની ઈચ્છા નથી હોતી પણ કેટલીક આદતોના કારણે વ્યક્તિ પર દુ:ખના પહાડ તુટી પડતો હોય છે. કઈ કઈ છે આ આદતો તે અહીં જણાવવામાં આવી છે. જો તેમાંથી તમને કોઈ હોય તો તુરંત જ બદલી દો તમારી આ આદત જેથી તમારા જીવનની સમસ્યાઓનો પણ અંત આવી જાય.

સવારે મોડા જાગવું

image source

સૂર્યોદય થયા પછી પણ જે લોકો પથારીનો ત્યાગ કરતાં નથી, જે લોકો સવારે જાગતાંની સાથે આળસ કરે છે તે લોકોનો સૂર્ય નબળો થઈ જાય છે. આવા લોકો પોતાના કાર્યસ્થળ પર પણ સમસ્યાઓનો સામનો કરતાં રહે છે. એટલા માટે સવારે સૂર્યોદય પહેલા પથારીનો ત્યાગ કરી દેવાની આદત પાડવી.

ભોજનનું અપમાન

image source

વર્તમાન સમયમાં દરેક વ્યક્તિનું જીવન ઘડિયાળના કાંટા પર ચાલતું થઈ ગયું છે. તેવામાં લોકો ભોજનની પણ અવગણના કરી દેતાં હોય છે. આવી ભુલ ક્યારેય ન કરવી. ભાગ્યશાળી લોકોની જ થાળીમાં અન્ન આવે છે અને જે વ્યક્તિ થાળીમાં આવતાં અન્નનું અપમાન કે અવગણના કરે છે તેનું ભાગ્ય પણ તેનો સાથ છોડી દે છે. અન્નનું માન જે જાળવે છે તેનો રાહુ દોષ ઘટી જાય છે અને કામમાં પ્રગતિ થવા લાગે છે.

અપમાન કરવું

image source

ઘણા લોકોને આદત હોય છે કે કોઈ કેટલું પણ સારું કામ કરે કે તેની મદદ કરે તો પણ તેઓ મદદ કરનાર માટે સારા બે શબ્દો બોલી શકતાં નથી. આવા લોકોના મુખ પર હંમેશા કટુવચન જ હોય છે. આવા લોકો અન્યનું અપમાન કરવાની એક તક પણ ચુકતાં નથી. આ આદત પણ ત્યાગી દેવી જોઈએ. કોઈપણ વ્યક્તિનું અપમાન ન કરવું બલ્કે તેના સારા કામ પર તેનું અભિવાદન કરવું જોઈએ.

ઘરે ખાલી હાથ આવવું

આ આદત પણ દુર્ભાગ્યને નોંતરે છે. જ્યારે પણ ઘરે પરત ફરવાનું થાય ત્યારે પરીજનો માટે કોઈ ભેટ કે ઉપહાર લાવવો જોઈએ. આમ કરવાથી તેમનું મન પ્રસન્ન રહે છે અને મનનો મતભેદ હોય તો તે દૂર થઈ જાય છે.