Body Language પરથી આ રીતે પકડી પાડો તમારા પતિ જૂઠ્ઠુ બોલે છે કે સાચું…

સંબંધોને મજબૂત બનાવવા માટે વિશ્વાસ, પ્રેમ અને વાતમાં સત્યતા હોવી ખૂબ જ જરૂરી છે. જો સંબંધોમાં આ ત્રણ વસ્તુ ના હોય તો ઝઘડા થવાના ચાન્સિસ ખૂબ જ વધી જાય છે. જો કે હંમેશા સ્ત્રીઓને એવુ લાગતુ હોય છે કે, તેમના પતિ તેમની સાથે કોઇને કોઇ વાત ચોક્કસ છુપાવે છે. પાર્ટનરની આ વાતથી સ્ત્રીઓ એટલી બધી ચિંતામાં પડી જાય છે કે, તેઓ અંતે ડિપ્રેશનનો ભોગ બને છે. આમ, જો તમને પણ આ વિશે સતત તમારા પાર્ટનરની ચિંતા રહે છે તો હવે તેના વિશે તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી કારણકે આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી જાણી શકશો કે, તમારો પાર્ટનર તમારી સામે જૂઠ્ઠુ બોલે છે કે સાચું.

ચહેરાના હાવભાવ બદલાઇ જવા

image source

પુરુષ જ્યારે જૂઠ્ઠુ બોલે છે ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ સાથે જ જો તેઓ જૂઠ્ઠુ બોલે છે તો તેમના ચહેરાના હાવભાવ સંપૂર્ણ રીતે બદલાઇ જાય છે. આ સાથે જ તમને જણાવી દઇએ કે, પુરુષ જ્યારે જૂઠ્ઠુ બોલવાની કોશિશ કરે છે ત્યારે તેના હાર્ટ રેટ અને બ્લડ ફ્લો વધી જાય છે તેમજ શ્વાસ લેવાની પક્રિયા દરરોજ કરતા ઝડપી બની જાય છે. જૂઠ્ઠુ બોલતા પુરુષનો અવાજ પણ તે સમયે બદલાઇ જાય છે.

દલીલો કરવા લાગે છે

image source

જ્યારે તમારો પાર્ટનર તમારી સામે જૂઠ્ઠુ બોલે છે ત્યારે તે ડાયરેક્ટ કનફોરમેશનથી બચવા માટેની સંપૂર્ણ રીતે કોશિશ કરે છે. આમ, તમારો પાર્ટનર તમારી સામે અનેક પ્રકારની દલીલો કરવા લાગે છે જે કારણોસર તેમની બોડી લેગ્વેજ મેચ થતી નથી અને તમને ખબર પડી જાય છે કે, પાર્ટનર તમારી સામે ખોટુ બોલી રહ્યો છે. આ સાથે જ તે જરૂરિયાત કરતા વધારે કોઇ પણ વાતને એક્સપ્લેન કરવાની કોશિશ કરે છે.

ચહેરા પર બેચેની દેખાવા લાગે

image source

જ્યારે પણ તમારો પતિ તમારી સામે ખોટુ બોલે છે ત્યારે તેમનો વ્યવહાર અને બોડી લેગ્વેજ આખી જ દલાઇ જાય છે. આ સાથે જ જો તમે તેમને કોઇ સવાલ પૂછો છો તો તેઓ બહુ જ ગભરાઇ જાય છે અને તમને બીજી વાત બાજુ ફેરવવાનો ટ્રાય કરે છે. આમ, પુરુષ ખોટુ બોલે ત્યારે તે એકદમ નર્વસ થઇ જાય છે.

પગની મુમેન્ટ બદલાઇ જવી

image source

પતિ જ્યારે ખોટુ બોલે ત્યારે તેમના પગ ધ્રુજવા લાગે છે. જો તેમના પગ ઉંઘી દિશામાં છે તો સમજી જાવો કે, તે તમારી સામે કોઇને કોઇ બાબતે ખોટુ બોલી રહ્યા છે.

વારંવાર પાંપણો પટપટવી

image source

આ વર્ષો જૂની એક ટેકનીક છે કે, જ્યારે કોઇ પણ વ્યક્તિ ખોટુ બોલે છે ત્યારે તેમની પાંપણો વારંવાર પટપટવા લાગે છે. એક અહેવાલ મુજબ જ્યારે તમારો પાર્ટનર તમારી સામે જૂઠ્ઠુ બોલે છે ત્યારે તે એકદમ આઇ કોન્ટેક્ટથી વાત કરવા લાગે છે.

વાત કરતા ડર લાગે છે

image source

કોઇ પણ વાતને છુપાવવી તેમજ કોઇ પણ વાતને ખોટી રીતે રજૂ કરતી વખતે ગમે તે વ્યક્તિ પોતાની વાતને સામેથી કરવામાં ડરતી હોય છે. જો તમારો પાર્ટનરને પણ તમારી સાથે કંઇક આવુ જ કરે છે તો સમજી જાઓ કે, તે તમારી સામે જૂઠ્ઠુ બોલે છે.