તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા સ્ટીલના વાસણો આટલા ચમકદાર કેમ હોય છે?

આપણા સૌના ઘરમાં સ્ટીલના વાસણો તો હોય જ છે, તમે એમાં જમ્યા પણ જરૂર હશો. .આ પ્રકારના વાસણો આખા ભારતમાં વપરાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ વાસણો હંમેશાં ચમકે તેવા રંગના કેમ હોય છે? ચાલો જાણીએ

આપણે જોયું જ હશે કે, રસોઈ માટે અને ભોજન માટે બધી જગ્યાએ ઉપયોગમાં લેવાતા વાસણો કોઇ એક જ ધાતુના નથી હોતા. પૌરાણિક કથાઓમાં આપણે વાંચ્યું હશે કે, રાજા-મહારાજાઓના મહેલમાં ભોજન માટે સોના-ચાંદીના થાળી-વાટકા વપરાતા હોય છે! પિત્તળ અને સ્ટીલ ઉપરાંત કાંસાના વાંસણોનો પણ ઉપયોગ થતો હોય છે. હાલ તો પ્લાસ્ટીકના વાસણોનો ઉપયોગ પણ ખાસ્સો વધ્યો છે. પરંતુ તેમ છતાંય સૌથી વધારે વપરાતાં વાસણ સ્ટેનલેસ સ્ટિલના છે.

image source

પહેલાના સમયમાં, વાસણો પિતળ, તાંબા, નિકલ અને ચાંદીના બનેલા હતા. ધીરે ધીરે, સમય જતાં, ખબર પડી કે ધાતુ મુલાયમ અને પ્રતિક્રિયાશીલ હોય છે. તેથી મીઠા અને ખટાશના સંપર્કમાં આવે ત્યારે ખાસ પ્રકારનુ રિએકશન આવતુ હોય છે. ખાસ કરીને ટામેટાં કે અન્ય ખટાશવાળી વાનગી તેમાં બનાવીએ ત્યારે આ જોવા મળે છે. ધાતુ ઉકળતી હોય છે. રસોઇ ધાતુના વાસણમાં બનાવીએ છીએ તે એક ગંભીર બાબત છે.

તે ખોરાકમાંથી આર્યન અને કેલ્શિયમના તત્ત્વોને શોષી લેવાનો ગુણ તેમાં હોય છે. તેનાથી હાડકાં નબળા પડે છે. યાદશક્તિ ઓછી થવાની બીમારી થાય છે. તેથી એ વાત સ્પષ્ટ થાય છે કે ધાતુના વાસણોથી માનસિક બીમારીઓના સંભવિત કારણો હોઇ શકે છે. શરીરમાં ધાતુની માત્રા વધી જાય તો ટીબી અને કીડની ફેલ થઇ જાય છે. ૅઆપણા શરીરના ફેફસાં અને નર્વસ સિસ્ટમ માટે નુકસાનકારક છે. પરંતુ સ્ટેઈનલેસ સ્ટીલ અન્ય ધાતુઓ કરતાં ગરમીના વધારે સારી વાહક છે.

image source

અગાઉ વપરાતાં તાંબા અને ચાંદીના વાસણો ગરમીના એટલા સારા વાહકો નહોતા. આનું એક બીજું કારણ એ પણ હતું કે સ્ટેનલેસ સ્ટીલમાં ક્રોમિયમની થોડી માત્રા છે. (ભૂતપૂર્વ એઆઈએસઆઈ 304) ક્રોમિયમ સપાટી પર ઓક્સાઇડ ફિલ્મ બનાવે છે. આ ખૂબ જ સારા કાટ પ્રતિકારની ખાતરી આપે છે. તેથી સ્ટેઈનલેસ સ્ટીલનો ઉપયોગ વાસણોમાં થવા લાગ્યો. કોઈ પણ પ્રકારના ખોરાકની ખટાશ કે અન્ય તેજ સુગંધની અસર સ્ટીલ ઉપર નથી થતી અને સરળતાથી કાટ નથી લગતો. તે સંપૂર્ણપણે કાટ પ્રતિરોધક ધાતુ છે.

સ્ટેનલેસ સ્ટીલના વાસણો સારા અને સુરક્ષિત છે. તેને સાફ કરવામા પણ કોઇ ખાસ મુશ્કેલી પડતી નથી. તેમાંથી બનાવેલા વાસણ જલદી ગરમ થઇ જાય છે.

કાટ ન લાગવાના કારણે આ પ્રકારના વાસણો વર્ષોના વર્ષો સુધી ચાલે છે અને તે કોઈ રીતે ખરાબ નથી થતાં. આ કારણોસર આપણા ઘરના વાસણોનો રંગ હંમેશાં ચમકતો હોય છે.