આજ પછી ક્યારે પણ શિવજીને ના ચઢાવતા આ વસ્તુઓ, નહિં તો આખી જીંદગી આવશે પસ્તાવાનો વારો
શિવજીની પૂજા કરતી વખતે આ વસ્તુઓનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ
ભગવાન શિવ ખૂબ જ ભોળા હોય છે તેઓ માત્ર ભક્તના ભાવના ભૂખ્યા હોય છે જો કોઈ વ્યક્તિ સાચા મનથી તેમને કંઈ પણ અર્પણ કરે તો તેઓ તુરંત જ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તની ઇચ્છા પુરી કરે છે. માટે જ આપણે તેમને ભોળાનાથ કહીએ છીએ. પણ કેટલીક એવી વસ્તુઓ પણ છે જે શિવજીની પૂજામાં વાપરવી ન જોઈએ. આપણે આ વસ્તુઓને ભગવાન શિવને ભૂલથી પણ ન ચડાવવી જોઈએ.
તુલસીના પાનને ઔષધિય ગુણોથી ભરપુર માનવામાં આવે છે. તેને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. માટે તુલસીને પૂજવામાં છે પણ શિવજી પર તુલસી ચડાવવામાં આવતા નથી. તુલસીના પતિ જાલંધર જે એક અસુર હતા, ભગવાન શિવે તેમનો અંત કર્યો હતો જેના કારણે તુલસીએ શિવજીને પોતાના ઔષધિય ગુણોથી વંચિત કરી દીધા હતા.

શિવલિંગ પર નાળિયેરને ચડાવી શકાય છે પણ નાળિયેરના જળથી શિવલિંગનો અભિષેક નથી થઈ શકતો કારણ કે આપણે જે વસ્તુને અર્પણ કરીએ છીએ તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરીએ છીએ જ્યારે અભિષેક કરેલા પદાર્થોનું સેવન નથી કરવામાં આવતું. માટે નાળિયેરના પાણીથી શિવજીનો અભિષેક નથી કરી શકાતો.

કેતકીનું ફૂલ ભગવાન શંકરને ક્યારેય ન ચડાવવું જોઈએ. આ ફૂલ શિવજીની પૂજામાં સંપૂર્ણ રીતે વર્જિત માનવામા આવે છે. પૌરાણીક કથા પ્રમાણે એકવાર જ્યારે ભગવાન શિવે બ્રહ્મા અનવે વિષ્ણુને જ્યોતિર્લિંગનું માથુ અને તેનો છેડો શોધવા કહ્યું હતું. ત્યારે બ્રહ્માજીએ શિવજીને ખોટું કહ્યું હતુ કે તેમણે લિંગનો છેડો શોધી લીધો છે. અને કેતકીના ફૂલને તેના સાક્ષી બનાવ્યા હતા. આ જ અસત્યથી રૂઠેલા ભગવાન શિવે કેતકીના ફૂલને પોતાની પૂજામાં વર્જિત કર્યુ છે. માત્ર શિવજીની પૂજામાં જ નહીં પણ કોઈ પણ પૂજામાં કેતકીના પુષ્પનો ઉપયોગ કરવામા નથી આવતો.

શંખચૂડ નામનો એક દૈત્ય થઈ ગયો. જેના અત્યાચારથી બધા જ દેવતા ડરતા હતા. ભગવાન શિવે પોતાના ત્રિશુલથી તે રાક્ષસનો વધ કર્યો હતો. જેની ભસ્મ એટલે કે રાખમાંથી શંખની ઉત્પત્તિ થઈ. માટે શિવજીને શંખ દ્વારા જળ ક્યારેય ચડાવવામાં નથી આવતું.
હળદરને શુભ માનવામાં આવે છે અને બધા જ પૂજા પાઠમાં તેનો ઉપયોગ કરવામા આવે છે, અને હળદરને સૌંદર્યનું પ્રતિક પણ માનવામાં છે. જ્યારે ભગવાન શિવે તો વૈરાગ ધારણ કર્યો છે. માટે શિવજીની પૂજામાં અભિષેકમાં હળદરનો પ્રયોગ નથી કરી શકાતો.

કુમકુમ એટલે કે કંકુ અથવા સિંદૂર સુહાગની નિશાની હોય છે. માટે સિંદૂર માતા પાર્વતીને અર્પિત કરી શકાય છે પણ ભગવાન શિવજીને ચંદન અથવા ભસ્મ લગાવવામા આવે છે. ભગવાન શિવને સિંદૂર ન ચડાવવાનું કારણ એ પણ માનવામાં આવે છે કે શિવ વિનાશક છે. જ્યારે સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે ભગવાનને સિંદૂર અર્પણ કરે છે.