કેન્સર થવાના આ શરૂઆતી લક્ષણોને જરા પણ બેધ્યાન ન કરતા, નહિ તો પસ્તાવાનો વારો આવશે…

દિલની બીમારી બાદ કેન્સરની બીમારી એવી છે, જેના નામ સાંભળીને જ લોકો થરથર કાંપે છે. કેન્સર એક જાનલેવા બીમારી છે, જેના વિશે જો મોડી ખબર પડે, તો તે સારું થઈ શક્તુ નથી. તેથી માણસે પોતાના શરીરમાં થઈ રહેલા કોઈપણ બદલાવને જોઈને બિલકુલ પણ બેધ્યાન ન થવું જોઈએ. જો કેન્સરના લક્ષણો ઓળખીને બરાબર ઈલાજ કરવામાં આવે તો આ ઘાતક બીમારીમાથી મુક્તિ મેળવી શકાય છે. મોટાભાગના કેન્સરના પ્રકારની સારવાર થઈ શકે છે. પરંતુ તે કેન્સરનો પ્રકાર, સ્થિતિ અને અવસ્થા પર નિર્ભર કરે છે. એકવાર નિદાન થઈ જવા પર કેન્સરનો ઉપચાર શલ્ય ચિકિત્સા, કીમો થેરાપી અને રેડિયોથેરેપીના સંયોજન દ્વારા કરી શકાય છે. તેથી જો તમને કેન્સરના નીચે બતાવેલા લક્ષણો દેખાય તો તરત ડોક્ટરને બતાવો.

જો તમને ભૂલ લાગવાની ધીરે ધીરે બંધ થઈ રહી છે, તો તેને બિલકુલ પણ હળવાશમાં ન લેતા અને તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ. આ ઉપરાંત થાક પણ અનુભવાય છે તો સાવધાન થઈ જાઓ.

જો મોઢામાં થયેલા અલ્સર 3 મહિનાથી સારું ન થઈ રહ્યુ હોય તો સાવધાન થઈ જાઓ. આ દરમિયાન જો તમે તમાકુનું સેવન પણ કરી રહ્યા છો, તો તેને પણ રોકી દો.

જો પાણી પીવામાં અને ભોજન લેવામાં તકલીફ કે દર્દ થઈ રહ્યું છે તો ડોક્ટરને બતાવો. તે એક ફંગલ ઈન્ફેક્શન પણ હોઈ શકે છે, તેથી ડોક્ટરને બતાવો.

image source

જો તમને શરીરમાં કોઈ જગ્યાએ ગાંઠ જેવું લાગી રહ્યું છે, તો ડોક્ટરને બતાવીને જાણી લો કે તે કેટલી જૂની છે અને કેટલી મોટી છે. જેનાથી તેની સારવાર તરત થઈ શકે. કેન્સરની ગાંઠ દર્દ રહિત હોય છે.

જો તમને બે સપ્તાહથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, તો તેને ચેતવણી સમજજો. આ ઉપરાંત કફની સાથે રક્ત પણ નીકળી રહ્યું છે તો ડોક્ટરને બતાવો.

image source

અનેક લોકો શરીરના મળની સાથે આવનારા લોહીને પાઈલ્સનું લક્ષણ સમજી લે છે. તમારે એ પણ જોવાનુ રહેશે કે તમને કારણ વગર ડાયેરિયા કે કબજિયાતની ફરિયાદ હંમેશા તો નથી રહેતી ને.

અકારણ માસિક ધર્મની વચ્ચે કે સેક્સ બાદ તરત બ્લીડિંગ આવે, તો સમજો કે ગર્ભાશયનું કેન્સર છે. જો પેશાબમાં લોહી આવે તો સમજો કે મૂત્રાશય કે ગુર્દાના કેન્સરનું લક્ષણ છે. તે એક ઈન્ફેક્શન પણ હોઈ શકે છે.

તમારે જોતા રહેવાનું કે શરીર પર કોઈપણ એવું અસમાન્ય નિશાન તો નથી ને, જેમાં ખંજવાળ થઈ રહી તથા લોહી વહેવાની શરૂઆત થઈ રહી છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી અને મહત્વની માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.