ભારતમાં આ જગ્યાએ કરવામાં આવ્યું હતું સમુદ્રમંથન, તમારે પણ આ સ્થળ વિશે જાણવું જોઈએ.

ભારતમાં આ જગ્યાએ કરવામાં આવ્યું હતું સમુંદ્ર મંથન, તમારે પણ આ સ્થળ વિશે જાણવું જોઈએ.

– સમુંદ્ર મથન ભારતીય હિન્દુ ધર્મની પૌરાણિક પ્રસિદ્ધ કથા છે. આ કથા શ્રીમદ્ ભાગવત પુરાણ, મહાભારત અને વિષ્ણુ પુરાણમાં આવે છે.

image source

અનેક પૌરાણિક કથાઓની માફક સમુંદ્ર મંથન પણ આપણા પૌરાણિક કથાઓનો મહત્વનો ભાગ છે. દેવતાઓ અને અસુરોએ મળીને સંમુદ્રમાં અમૃત મેળવવા માટે મંથન કરેલું. અમૃત સાથે ઝેર, ચૌદ અમૂલ્ય રત્નો અને માતા લક્ષ્મીનો પાર્દુભાવ થયો હતો. આજે પણ આ રત્નો પૂજાય છે. પણ શું તમે જાણો છો કે ખરેખર સમુંદ્ર મંથન ક્યાં કરવામાં આવ્યું હતું. આજે અમે તમને સમુંદ્ર મંથન જે સ્થળે કરવામાં આવ્યું હતું તેની જાણકારી આપવાના છીએ.

પૌરાણિક કથાનુસાર, દેવતાઓ અને અસુરોએ મળીને મંદરાચલ પર્વતને દશેરની માફક લઈને અને વાસુકી નાગને દોરડા તરીકે લઈને સમુંદ્ર મંથન કરવામાં આવ્યું હતું. ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર કુર્મ મંદરાચલ પર્વતનો આધાર બન્યા હતા. જ્યારે ચૌદ રત્નો, માતા લક્ષ્મી બહાર આવ્યા પછી ઝેર વધ્યું હતું ત્યારે ભગવાન મહાદેવ શિવશંકરે એ ઝેર પોતાના ગળામાં મધ્યમાં ધારણ કર્યું હતું. જેના કારણે ભગવાન શિવ ‘નિલકંઠ’ કહેવાયા. આ પર્વત ગુજરાતના દક્ષિણ સમુંદ્રમાં મળી આવ્યો છે. એક વૈજ્ઞાનિક પરિક્ષણ પ્રમાણે આ વાતની ખરાઈ કરવામાં આવી છે. ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં પિજરત નામનું એક ગામ છે ત્યાં સમુંદ્ર સ્તર હોવાની વૈજ્ઞાનિક પુષ્ટી કરી રહ્યા છે.

image source

રિસર્ચ પ્રમાણે, આ પર્વત પર ઘસારાના નિશાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. અલબત્ આ નિશાન ભરતી દરમિયાન પાણી તરંગોને કારણે હોઈ શકે એમ હતા, પણ કાર્બન ટેસ્ટ દરમિયાન આ પર્વત મંદરાચલ હોવાની પુષ્ટી કરવામાં આવી છે. સામાન્ય રીતે સમુંદ્રતળ પર મળી આવતા પર્વતોની તુલનાએ આ પર્વતની બનાવટ અલગ હતી. આ સાથે આ પર્વતમાં ગ્રેનાઈટની માત્રા પણ અધિક પ્રમાણમાં હતી.

આ પર્વત સમુંદ્રતળથી આઠસો મીટરની ઉંડાઈમાં મળે છે. આ પર્વત પિજરત ગામથી દક્ષિણ દિશામાં એકસો પચ્ચીસ કિલોમીટર દૂર મળી આવેલો છે. અમે તમને એ પણ બતાવી દઈએ કે આ ગામમાં સન 1988 માં સુવર્ણ નગરી દ્વારકાના પણ અવશેષો મળી આવેલા હતા.