હિન્દુ રીતિ રીવાજોથી મુસ્લિમોએ નનામિ ઊઠાવી, તો દરેક વ્યક્તિના મોઢા પરથી નીકળ્યું, “આ ભારત અમારું છે.”
હિન્દુ રીતિ રીવાજોથી મુસ્લિમોએ નનામિ ઊઠાવી, તો દરેક વ્યક્તિના મોઢા પરથી નીકળ્યું, “આ ભારત અમારું છે.”
– દેશ અત્યારે કોરોના વાઈરસના સંક્રમણના સંકટ સામે ઝઝુમી રહ્યું છે અને 24 માર્ચથી દેશમાં લૉકડાઉન અમલમાં છે. એકબાજુ સરકાર દરેક શક્ય પ્રયાસો દ્વારા કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા પ્રયત્નશીલ છે. પોલીસ અને અન્ય સરકારી રક્ષકબળો દ્વારા લૉકડાઉનનો કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો ત્યારે આ વચ્ચે ઉત્તર પ્રદેશના કાનપુર જીલ્લામાં હિન્દુ-મુસ્લિમ એક્તાની ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.

લોકો કોમવાદની દિવાલ તોડીને ભાઈચારા અને એક્તાના સંદેશ આપી રહ્યા છે. એકબીજાના સુખ-દુ;ખમાં ખભાથી ખભા મેળવીને કામ કરી રહ્યા છે અને બોલી રહ્યા છે કે આ ભારત અમારું છે.
આ દ્રશ્ય ઉત્તર પ્રદેશના કાનપુર જીલ્લાના બાબુપુરવા વિસ્તારમાં જોવા મળ્યો. અહીં મુંશીપુરવા વિસ્તારમાં બુધવારે હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનો સંદેશ જોવા મળ્યો. હિન્દુ પરિવારમાં વ્યક્તિના મૃત્યુ પછી પરિવાર અંતિમ ક્રિયા કરવા સમયે દુ:ખી રહેતા પાડોશી મુસ્લિમ ભાઈઓએ એ વ્યક્તિની અંતિમ ક્રિયા પણ કરી અને એટલું જ નહીં, નનામિને ખભો આપ્યો અને ‘રામનામ સત્ય છે’ પણ બોલ્યા.
શાંતિથી ઘરથી સ્મશાન સુધી અંતિમયાત્રા કાઢવામાં આવી અને હિન્દુ રીતિરિવાજોથી સન્માન સાથે હિન્દુ પાડોશીની મુસ્લિમો દ્વારા અંતિમસંસ્કાર કરવામાં આવ્યું.

ઉત્તર પ્રદેશના કાનપુર જીલ્લાના મુંશીપુરવા વિસ્તારમાં રહેતા ડોક્ટર બિન્નીના ભાઈ ભારત ઉર્ફ ડબ્લુનાં વૃદ્ધ સાસુનું શ્વાસની બિમારીને કારણે અવસાન થયું હતું. ઘરમાં ડોક્ટર બિન્ની, તેમનો પુત્ર અને ભારત ઉર્ફ ડબ્લુ જ હાજર હતા દેશભરના લૉકડાઉનના કડક અમલના ચાલતા ઉત્તર પ્રદેશમાં પણ કડક અમલ કરવામાં આવ્યો છે ત્યારે વૃદ્ધ સાસુના અંતિમ સંસ્કાર કરવા માટે સ્વજનોને ઘરે બોલાવવા શક્ય ન હતા.
ત્યારે મુસ્લિમ પાડોશી વ્હારે આવ્યા. જેમાં શરીફ, બબલુ, ઈમરાન, આફાક, ઉમર, જુગનુ, ભુલુ, લતીફ, નૌશાદ, તૌફિક, વગેરે મિત્રોએ લૉકડાઉનના અને સોશીયલ ડિસ્ટેંસિંગનો કડક અમલનું પાલન કરીને ભારત ઉર્ફ ડબ્લુના સાસુની નનામિને ખભો આપ્યો અને અંતિમ સંસ્કાર કરીને જ પાછા આવ્યા