જાણો પુરી રથયાત્રા વિશે, જેમાં ભગવાન જગન્નાથનો રથ હોય છે આટલા બધા પૈડાવાળો અને 13 મીટર ઊંચો, આ સાથે જાણો બીજી માહિતી પણ
તા. ૨૩-૬- ૨૦૨૦ એટલે કે આજ રોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા માટે બનાવવામાં આવેલ પીડાને ખેચવામાં આવી રહ્યા છે. રથયાત્રાના ૨૫૦૦ વર્ષના ઈતિહાસમાં આવું પ્રથમ વાર થવા જઈ રહ્યું છે કે, જયારે ભગવાન જગન્નાથ રથયાત્રાના માધ્યમથી નગરચર્યા માટે નીકળશે પણ તેમના ભક્તો પોતાના ઘરમાં જ રહેશે. કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે પૂરી શહેરને સપૂર્ણ લોકડાઉન લાગુ કરી દીધા પછી જ રથયાત્રાને મંદિરના ૧૧૭૨ સેવકોની મદદથી ગુંડીચા મંદિર લઈ જવામાં આવશે.
ભગવાન જગન્નાથ આજે રથયાત્રા સમાપ્ત કરીને પોતાના મોટા ભાઈ બલરામ અને નાની બહેન સુભદ્રા સાથે પોતાના મોસાળમાં જે મુખ્ય મંદિરથી અંદાજીત ૨.૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ ગુંડીચા મંદિરમાં આવી જશે. મોસાળમાં એક સપ્તાહ જેટલો સમય વિતાવી લીધા પછી ભગવાન જગન્નાથ પરત પોતાના નિવાસ સ્થાન એટલે કે મુખ્ય મંદિરે આવી જાય છે. આમ પૂરી શહેરમાં અંદાજીત નવ દિવસ સુધી મહોત્સવ જેવું વાતાવરણ બની રહે છે.
ભગવાન જગન્નાથના મંદિરની સમિતિ દ્વારા આ વાત અગાઉ જ નક્કી કરી લેવામાં આવી હતી કે, આ વર્ષે રથયાત્રા દરમિયાન સામાન્ય પ્રજાને મુખ્ય મંદિર અને મોસાળ પક્ષના મંદિર એટલે કે, ગુંડીચા મંદિરથી દુર રાખવામાં આવશે. જગન્નાથ પુરીમાં લોકડાઉન ખુલી ગયા પછી પણ ધારા ૧૪૪ લાગુ રહેશે. ભગવાન જગન્નાથના રથ બનાવવા માટે પહેલેથી જ ૧૫ દિવસ વીટી ગયા હતા. તેમ છતાં રથ બનાવનાર કારીગરોએ વધારે સમય સુધી કામ કરીને રથ નિમાર્ણના કાર્યને ફક્ત ૪૦ દિવસમાં જ સમાપ્ત કરી દીધું છે.
દુનિયાનું સૌથી મોટા રસોડા રીપ્લિકા ગુંડીચા મંદિરમાં.:
ભગવાન જગન્નાથને ધરાવવામાં આવતા ભોગ માટે જગન્નાથ મંદિરમાં જ ૭૫૨ ચૂલાઓ પર ભોજન તૈયાર કરવામાં આવે છે. જગન્નાથ મંદિરમાં આવેલ રસોડાને દુનિયાના સૌથી મોટા રસોડાનો દરજ્જો આપવામાં આવ્યો છે. રથયાત્રાના નવ દિવસ દરમિયાન જગન્નાથ મંદિરના રસોડાના ચુલા ઠારી દેવામાં આવે છે. ભગવાન જગન્નાથના મોસાળ મંદિર ગુંડીચા મંદિરમાં પણ ૭૫૨ ચૂલાઓ વાળું રસોડું ધરાવે છે. જેને ભગવાન જગન્નાથની રસોડાની જ રીપ્લિકા તરીકે ઓળખવામાં આવે છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ માટે આ જ જગ્યાએ ભોજન બનાવવામાં આવે છે.
૧૬ પૈડા ધરાવતો અને ૧૩ મીટરની ઉંચાઈ ધરાવતો ભગવાન જગન્નાથના રથના ત્રણ નામ છે.:
ભગવાન જગન્નાથનો રથ.:

ભગવાન જગન્નાથના રથને ઘણા નામથી ઓળખવામાં આવે છે જેવા કે, ગરુડધ્વજ, કપિધ્વજ, નંદીઘોષ, જેવા અનેક નામ છે. ભગવાન જગન્નાથનો આ રથ ૧૬ પૈડા ધરાવે છે અને ૧૩ મીટર જેટલો ઉંચો બનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથના રથના ઘોડાના નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદાશ્વ નામ રાખવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથના રથનો રંગ સફેદ હોય છે અને રથના સારથીનું નામ દારુક છે. ભગવાન જગન્નાથના રથ ઉપર ભગવાન હનુમાનજી અને નરસિંહ ભગવાનું પ્રતિક રાખવામાં આવે છે. આ રથની ઉપરના ભાગથી રક્ષાનું પ્રતિક એવા સુદર્શન સ્તંભ પણ છે. ભગવાન જગન્નાથના રથના રક્ષક ગરુડ છે. ભગવાન જગન્નાથના રથની ધ્વજાને ત્રિલોકવાહિની પણ કહેવામાં આવે છે. જયારે રથના દોરડાને શંખચુડ કહેવાય છે. ભગવાન જગન્નાથના રથને શણગારવા માટે ૧૧૦૦ મીટર જેટલા કાપડની જરૂરિયાત પડે છે.
બલરામનો રથ.:
મોટાભાઈ બલરામના રથને તાલધ્વજના નામથી ઓળખવામાં આવે છે. આ રથની ટોચ પર મહાદેવજીનું પ્રતિક હોય છે. આ રથના રક્ષક વાસુદેવ અને રથના સારથી માતલી છે. બલરામ ભગવાનના રથની ધ્વજને ઉનાની તરીકે ઓળખવામાં આવે છે. આ રથના ઘોડાના નામ ત્રીબ્રા, ધોરા, દીર્ધશર્મા અને સ્વર્ણનાવા છે. ભગવાન બલરામનો રથ ૧૩.૨ મીટર જેટલી ઉંચાઈ ધરાવે છે. અને આ રથ ૧૪ પૈડા ધરાવે છે. બલરામ ભગવાનના રથને લાલ અને લીલા રંગના કાપડથી સજાવવામાં આવે છે જયારે ૭૬૩ લાકડાના ટુકડા માંથી બનાવવા આવે છે. આ રથ ઘોડાઓનો રંગ વાદળી હોય છે.
દેવી સુભદ્રાનો રથ :

દેવી સુભદ્રાના રથને દેવદ્લનના નામથી જાણવામાં આવે છે. સુભદ્રા દેવીના રથ પર માતા દુર્ગાનું પ્રતિક મુકવામાં આવે છે. આ રથના રક્ષક જયદુર્ગા અને રથના સારથી અર્જુન છે. દેવી સુભદ્રાના રથના ધ્વજને મંદબિક કહેવામાં આવે છે. દેવી સુભદ્રાના રથના ઘોડાના નામ રોચિક, મોચિક, જીતા અને અપરાજિતા છે. ઉપરાંત આ રથના ઘોડા કોફી રંગના હોય છે. દેવી સુભદ્રાના રથને ખેચવા માટે ઉપયોગમાં લેવાતા દોરડાને સ્વર્ણચુડા તરીકે ઓળખવામાં આવે છે. દેવી સુભદ્રાના રથને ૧૨.૯ મીટર ઉંચો અને ૧૨ પૈડાવાળો બનાવવામાં આવે છે. તેમજ આ રથને લાલ અને કાળા રંગના કાપડથી સજાવવામાં આવે છે અને લાકડાના ૫૯૩ ટુકડાઓનો ઉપયોગ કરીને રથ બનાવવામાં આવે છે.
પૂરી શહેરના અનેક નામ છે.:
ભગવાન જગન્નાથનું પૂરી શહેર પ્રાચીન કાળથી આ ધરતી પર અસ્તિત્વ ધરાવે છે ત્યારે પૂરી શહેરને બીજા ઘણા બધા નામથી પણ જાણવામાં આવે છે. જેમ કે, નીલગીરી, નિલાદ્રી, નીલાંચલ, પુરુષોત્તમ, શંખશ્રેષ્ઠ, જગન્નાથ ધામ, જગન્નાથ પૂરીના નામથી પણ પ્રસિદ્ધ છે.

ગુંડીચા મંદિરમાં જ ભગવાન જગન્નાથની પ્રથમ મૂર્તિ બનાવવામાં આવી હતી.:
ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન પ્રત્યેક વર્ષે અષાઢી શુક્લ બીજ તિથિના રોજ કરવામાં આવે છે. આ રથયાત્રા ગુંડીચા મંદિર એટલે કે, ભગવાન જગન્નાથના મોસાળના મંદિરમાં લઈ જવામાં આવે છે ત્યાર પછી તેઓ પાછા મંદિરમાં આવી જાય છે. લોકવાયકા એવી છે કે, ગુંડીચા મંદિરમાં દેવતાઓના શિલ્પકાર એવા વિશ્વકર્માએ ત્યાં જ ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રાની મૂર્તિનું નિર્માણ કર્યું હોવાના લીધે ગુંડીચા મંદિરને બ્રહ્મલોક કે પછી જનકપુરીના નામથી પણ ઓળખવામાં આવે છે.
રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ ગુંડીચા મંદિરમાં કેટલોક સમય પસાર કરે છે આ સમય દરમિયાન ગુંડીચા મંદિરમાં ભવ્ય મહોત્સવનું વાતાવરણ છવાઈ જાય છે. જેને ગુંડીચા મહોત્સવના નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રા ગુંડીચા મંદિરના મંડપથી રથમાં વિરાજમાન થયા છે જે વ્યક્તિઓ તેમના દર્શન કરે છે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.