ડાન્સના માસ્ટર પ્રભુદેવાનું જીવન બદલાઈ ગયું આ અભિનેત્રીને લીધે,

આ અભિનેત્રીના કારણે પ્રભુદેવાનું જીવન નાશ પામ્યું, પત્નીથી છૂટાછેડા પછી ઘણી વાતો સાર્વજનિક થઈ હતી, પ્રભુદેવા અભિનેત્રી નયનતારાના પ્રેમમાં પાગલ થયા હતાં

ડાંસીંગ ગુરુ પ્રભુદેવાને એમને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. જે પોતાના ચહેરા પર શાંત સ્મિત રાખે છે તેમના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આ કોરિયોગ્રાફરના જીવનમાં કેટલા ઝટકા આવ્યા છે. તેની કારકિર્દીમાં સફળતાનો સ્વાદ ચાખતા પ્રભુદેવા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતાં. આ સમય દરમિયાન, તેનો ૧૩ વર્ષનો પુત્ર વિશાલ કેન્સરની લડાઈથી હારી ગયો.

આ અકસ્માતે પ્રભુદેવાને સંપૂર્ણ રીતે હચમચાવી દીધો. બ્લડ કેન્સરને કારણે તેમના પુત્રનું ૧૩ વર્ષની વયે અવસાન થયું. થોડા સમય પછી પ્રભુદેવા અભિનેત્રી નયનતારાને મળ્યા. બંને એક બીજાને ગમ્યા અને ટૂંક સમયમાં પ્રેમમાં પડ્યાં. બંનેની મુલાકાત પ્રભુદેવા દિગ્દર્શિત સાઉથની ફિલ્મ દરમિયાન થઈ હતી.

image source

આ પછી, બંનેને ઘણી વખત જાહેર સ્થળોએ સાથે જોવામાં આવ્યા હતા. પ્રભુદેવા, જે હંમેશાં શાંત હોય છે, તેણે ઘણી વખત ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે નયનતારા તેના જીવનમાં એક અલગ સ્થાન ધરાવે છે. નયનતારા અને પ્રભુદેવા એટલા પ્રેમમાં હતા કે અભિનેત્રીએ પણ પ્રભુદેવાના નામનું પોતાના હાથ પર ટેટુ કરાવી દીધું હતું. એવા સમાચાર પણ આવ્યા હતાં કે પ્રભુદેવા તેની પત્નીને છૂટાછેડા આપીને અભિનેત્રી સાથે લગ્ન કરવા માગતા હતાં. પરંતુ પ્રભુદેવાની પત્નીએ તેમને છૂટાછેડા આપ્યા નહોતા.

જે બાદ પ્રભુદેવાની પત્ની જાહેરમાં મીડિયા પર આવી હતી અને અભિનેત્રી નયનતારા પર ઘર તોડવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ પ્રભુદેવાનું અંગત જીવન જાહેર થયું. જોકે, બાદમાં પ્રભુદેવાએ તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતાં.

પરંતુ તે સમયે તે ખૂબ મોડું થઈ ગયું હતું અને નયનતારાએ પ્રભુદેવાથી અંતર વધારી દીધું હતું. જે પછી તેણે પ્રભુદેવાના નામનું ટેટુ તેના હાથ પર બદલીને ‘પોઝિટીવીટી’ કરાવ્યુ. આ રીતે, પ્રભુદેવાએ પોતાનો પ્રથમ પુત્ર ગુમાવ્યો અને બાદમાં છૂટાછેડા લીધા.

image source

આ અકસ્માતોથી જ્યાં તેનું અંગત જીવન બરબાદ થઈ રહ્યું હતું. બીજી બાજુ, તે તેની કારકિર્દીની સફળ ફિલ્મોની સાથે સાથે પ્રગતિ કરી રહ્યો હતો અને ઈન્ડસ્ટ્રીને પ્રભુદેવાના રૂપમાં એક સફળ ડાયરેક્ટર મળ્યો હતો. ગત વર્ષે પ્રભુદેવાએ સલમાન ખાનની ફિલ્મ દબંગ ૩ નું દિગ્દર્શન કર્યું હતું.

અભિનેતા, દિગ્દર્શક, કોરિયોગ્રાફર પ્રભુદેવા આજે ૪૪ વર્ષના છે. હિન્દી સિવાય તેણે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પ્રભુદેવાએ કોરિઓગ્રાફર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના ચાહકો તેમને ભારતના માઇકલ જેક્સન માને છે. તેણે બે વાર બેસ્ટ કોરિયોગ્રાફરનો નેશનલ ફિલ્મ એવોર્ડ અને એક વાર ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે. પ્રભુદેવાનો જન્મ ૧૯૭૩માં કર્ણાટકના મૈસુરમાં થયો હતો. તેના પિતા ‘મુરુગ સુંદર’ દક્ષિણના પ્રખ્યાત કોરિયોગ્રાફર હતાં. પ્રભુ તેમની પાસેથી જ નૃત્ય શીખ્યા. ૨૦૦૯માં, તેણે બોલિવૂડમાં દિગ્દર્શક તરીકેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘વોન્ટેડ’ થી કરી હતી. પ્રભુએ આ ફિલ્મમાં સલમાન ખાન સાથે ડાન્સ પણ કર્યો હતો. આ પછી તેણે ‘રાઉડી રાઠોડ’, ‘એક્શન જેક્સન’ જેવી ઘણી ફિલ્મ્સ બનાવી.

GoGoanime is a free website to watch your favorite anime

Watch animes online free in HD on KissAnime

fmovies 123 movies 123 tv shows hd 123moviesfree 0123movie watch tv shows online free watch tv shows free online watch anime online watch movies online free watch tv shows online free watch free movies online myflixer flixtor watch series online swatchseries soap2day watchmovieshd watchserieshd