આર્થિક તંગીને કારણે પરેશાન છો? આ ઉપાય કરવાથી આવશે સમસ્યાનો અંત

ઘણીવાર લોકો પોતાની આર્થિક તંગીને કારણે પરેશાન રહેતા હોય છે. મહિનાના અંતમાં અનેક પરિવારો પૈસાની અછતને કારણે ખૂબ મુશ્કેલીનો સામનો કરતા હોય છે. આ સમયે ખૂબ સાવચેતીથી રૂપિયા વાપરતા હોય છે.

image source

એવામાં કેટલાક પારંપરિક વચનો અને શાસ્ત્ર દ્ધારા કહેવામાં આવતી કેટલીક બાબતોનુ ધ્યાન રાખવામાં આવે તો આર્થિક સ્થિતિમાં સુધારો થઇ શકે છે. આર્થિક સ્થિતિ સુધારવાના કેટલાક ઉપાયો આ પ્રમાણે છે.

સારી આર્થિક સ્થિતિ માટે તમે તમારા ઘર, દુકાન, અને શો રૂમમાં એક ફાઉન્ટેન રાખો. તે સિવાય માછલીઘર પર રાખી શકાય છે. જેમાં આઠ સોનેરી અને એક બ્લેક માછલી રાખો. માછલીઘરને ઉત્તર અથવા પૂર્વમાં રાખો. જો કોઇ માછલી મરી જાય તો તેને કાઢીને નવી માછલી તેમાં મુકી દો.

જો તમે ઘણુ કમાણી કરવા છતાં આર્થિક સમસ્યાથી પરેશાન રહો છો તો તમે 21 શુક્રવાર સુધી 9 વર્ષથી ઓછી ઉંમરની 5 કન્યાઓને ખીરનો પ્રસાદ વહેંચો અને તેના આશિર્વાદ લો.

યોગ્ય કમાણી કરવા છતાં પરેશાન રહેતા હોય તો એક તાંબાના પાત્રમાં પાણી ભરીને તેમાં લાલ ચંદન નાખો. તે પાત્રને માથા પાસે રાખી સૂઇ જવું જોઇએ. બાદમાં સવારે તે પાણીને તુલસીના ક્યારામાં ચઢાવી દેવું જોઇએ. જેનાથી ધીરે ધીરે મુશ્કેલીઓ દૂર થઇ જશે.

image source

જો ધંધામાં નુકસાન આવી રહ્યું હોય અને પોતાના કાર્યસ્થળ પર કોઇ સાથે ઝઘડો અથવા અણબનાવ બનતો હોય તો પોતાના વજન જેટલા કાચા કોલસાને પાણીમાં પ્રવાહિત કરવાથી લાભ થાય છે

image source

ઘરમાં ધનનો સંગ્રહ થતો ના હોય તો ધ્યાનમાં રાખો ઘરમાં કોઇ નળ લીક થતો ના હોય. આગ પર રાખેલુ દૂધ અને ચા ઉકળતી ના હોવી જોઇએ નહી તો તે વ્યક્તિને વધુ ખર્ચ રહેવાની સંભાવના રહે છે.

image source

દરરોજ હનમાનજીની પૂજા કરવી જોઇએ. તમામ શનિવારે શનિદેવને તેલ ચઢાવાથી લાભ થાય છે. પોતાના જૂના ચંપલને કોઇ ગરીબને દાન કરી દેવા જોઇએ.