કોઈ પણ સ્માર્ટફોન ખરીદતા પહેલા આ વાતોનું રાખજો ખાસ ધ્યાન, નહિં તો પસ્તાશો પાછળથી
કોઈ પણ ફોન ખરીદતા પહેલા આ વાતોનું ખાસ ધ્યાન રાખજો, નહિ તો પછતાશો
નવી દિલ્લી | આજકાલના સમયમાં બધું ન હોય તો ચાલે પણ ફોન હોવો જ જોઈએ. રોજ અવનવા મોડેલ માર્કેટમાં આવી રહ્યા છે ત્યારે બજારમાં આપણને અનેક વિકલ્પ સરળતાથી મળી રહે છે. અનેક ચીની કંપનીઓની માર્કેટમાં જાણે બાઢ આવી ચુકી છે. દરેક જણ અહી પોતાના પ્રોડક્ટને ચઢિયાતી બતાવવા પ્રયત્ન કરી રહ્યા છે. આઆ સમયે ગ્રાહકોને ફોન ખરીદતી વખતે અનેક વિકલ્પ મળતા હોવાથી એટલી જ મૂંઝવણ પણ વધી રહી છે. એવામાં કેટલીક જરૂરી વાતો આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ, આ જાણકારી જો આપ પણ નવો ફોન લેવા વિચારી રહ્યા છો તો આપને કામ લાગશે.
સ્માર્ટફોનની બોડી
હાલના સમયમાં મોટા ભાગે કાચના કોટિંગ વાળી મોબાઈલની બોડી વાળા ફોન બજારમાં ઉપલબ્ધ છે. જે દેખાવમાં તો ખુબ જ સારી લાગે છે પણ ઉપયોગ માટે સુરક્ષિત નથી. આ કારણે પ્લાસ્ટિક બોડી વાળા ફોન પડી જવાની સ્થિતિમાં પણ વધુ સુરક્ષિત ગણાય છે. કારણ કે પ્લાસ્ટિક એટલું ઝડપી તૂટતું નથી. આમ કાચની દ્રષ્ટીએ પ્લાસ્ટિક બોડી વાળા ફોનનું આયુષ્ય વધુ હોય છે. ઘણી વાર કાચની બોડી વાળા ફોન પડવાની સાથે જ તૂટી જતા હોય છે.
ડિસ્પ્લે અને કદ

આજકાલના સ્માર્ટફોનમાં મોબાઈલ સ્ક્રીન ખુબ જ સારી આવે છે, જો કે હાલમાં સ્માર્ટફોન માત્ર કોલ અને મેસેજ પૂરતા જ સીમિત ઉપયોગમાં લેતા ન હોવાથી તે આપણા મનોરંજનનું સાધન પણ બની ચુક્યા છે. આ કારણે લોકો ફોટો અને વિડીયો પણ એમાં એડિટ કરે છે. આ કારણે ફોનની ડિસ્પ્લે ૫.૫ અથવા ૬ ઇંચ હોય તો ઉપયોગમાં સરળતા રહે છે. આ દ્રષ્ટીએ જો તમારે મોબાઈલ માત્ર કોલ અથવા મેસેજ માટે જ જોઈએ છે તો આ જરૂરિયાત માટે ૫ ઈંચની ડિસ્પ્લે વાળા ફોનનો ઉપયોગ પણ યોગ્ય રહે છે.
કેમેરો અને દ્રશ્યની સ્પષ્ટતા

આજકાલ ફોટો યુગ ચાલી રહ્યો છે. દરેક કંપની સ્માર્ટફોન બનાવતી વખતે સૌથી વધારે ધ્યાન કેમેરા પર કેન્દ્રિત કરે છે. વધારે પડતી કંપનીઓ વધારે મેગાપિક્સલ અને વધારે ફોકસ કરવા અંગેની જ વાત કરે છે. જો કે મોટાભાગે આ જાહેરાતો આપણને ગુમરાહ કરનારી હોય છે. વાસ્તવમાં જો કોઈ કંપની તમને એમ કહીને પોતાનો ફોન વેચે છે કે અમારો સ્માર્ટફોન 20X, 30X અથવા એનાથી વધારે જુમ કરે છે તો આવા ચક્કરમાં ક્યારેય ન પડવું જોઈએ. કારણ કે આટલું જુમ કરવાથી ફોટાના પીક્સલ ફાટી જાય છે અને ફોટો જરાય ક્લીયર નથી આવતો.
10X સુધી ઝૂમ કરવું એક હદ સુધી ઠીક રહે છે, અને એનાથી વધારે જરૂર પણ શું હોય છે. એટલું જ નહી વધારે મેગાપિક્સલના ચક્કરમાં પણ પડવું જોઈએ નહિ, કારણ કે વધુ મેગા પિક્સલની જરૂર ત્યારે પડે છે, જયારે ઘણા મોટા પોસ્ટર પ્રિન્ટ કરાવવાના હોય. જો ફોટા ખાલી ફોન અને લેપટોપમાં જ જોવાના છે ૧૨ મેગાપીક્સલ વાળા ફોન પણ સારા રિજલ્ટ આપે છે. ફોટોની સ્પષ્ટતા એની ક્વોલીટી, લેન્સ, અપચર અને આઈએસઓ લેવલ પર આધારિત હોય છે. વધુ મેગાપિક્સલ કેમેરા વાળા ફોન એ લોકોએ ખરીદવા જોઈએ જે પ્રોફેશનલ ફોટોગ્રાફર છે.
પ્રોસેસર અને રેમ

હવે સ્માર્ટફોનના માર્કેટમાં 5G પ્રોસેસર વાળા ફોનની એન્ટ્રી પણ થઇ ચુકી છે. જો કે ભારતમાં હજુ સુધી 5Gની સુવિધા ઉપલબ્ધ થઇ શકી નથી. એવામાં 5G સ્માર્ટફોન ખરીદીને પણ તમને કોઈ લાભ થવાનો નથી. જો કે એક મજબુત અને ઝડપી પ્રોસેસર સાથેનો ફોન ખરીદવા અંગે વિચારી રહ્યા છો તો તમારા ફોનમાં ઓછામાં ઓછું ક્વોલ્કોમ સ્નેપડ્રેગન 600 સીરીજનું પ્રોસેસર હોવું જ જોઈએ. આ સિવાય મીડિયા ટેક પ્રોસેસર પણ સામાન્ય ઉપયોગ માટે ઠીક છે.
મોટી બેટરી
આજકાલ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ ઘણો કરે છે. ટાઈમપાસ કરવા માટે પણ હવે સ્માર્ટફોનનો જ ઉપયોગ થાય છે. એવામાં હવે મોબાઈલ કંપનીઓ પણ 6000 mAh સુધીની મોટી બેટરી અને ક્ષમતા ધરાવતા ફોન બનાવવા લાગ્યા છે. પણ તમે જે પણ ફોન ખરીદી રહ્યા છો, એમાં ઓછામાં ઓછી 4000 mAh ની બેટરી હોય એ જરૂરી છે.

ઓપરેટીંગ સીસ્ટમ
જો એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડનું વર્જન 10 આવી ચુક્યું છે અને 11 આવવાની હવે તૈયારી છે. જો કે કેટલીક કંપનીઓના સ્માર્તફોનમાં હજુ પણ એન્ડ્રોઈડના જુના વર્જન જ ચાલી રહ્યા છે. જો કે અમારા મત મુજબ સ્માર્ટફોનમાં ઓછામાં ઓછી એન્ડ્રોઈડનું વર્જન 9.0 તો હોવું જ જોઈએ.
Source: ABP News
દરરોજ અવનવી અને રસપ્રદ માહિતી જાણવા માટે લાઈક કરો અમારું પેજ..