Paytm ફાઉન્ડર વિજય શેખર શર્માની અરબપતિ બનવાની સફર.

Paytm ફાઉન્ડર વિજય શેખર શર્માની અરબપતિ બનવાની સફર.

“કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી” આ વાક્ય આ વ્યક્તિ પર સંપૂર્ણ રીતે યોગ્ય છે. અમે આજે આપને જણાવવા જઈ રહ્યા છીએ. Paytm ફાઉન્ડર વિજય શેખર શર્માની જેઓ અસફળતાથી ગભરાયા નહી, પણ અસફળતાથી શીખીને આગળ વધતા રહ્યા અને સફળતાના શિખરો સર કરી લીધા. કેવીરીતે દિલ્લીના રસ્તાઓ પર ફરનાર એક યુવક ૪૦ વર્ષની ઉમરમાં જ દેશનો યુવા અરબપતિ બની ગયો. ચાલો જાણીએ.

Paytmના ફાઉન્ડર વિજય શેખર શર્માનો જન્મ ઉત્તરપ્રદેશના અલીગઢ જીલ્લાના વિજયગઢ ગામમાં તા.૮ જુલાઈ,૧૯૭૩ના રોજ થયો હતો. તેઓ નાનપણથી જ ભણવામાં ખુબ હોશિયાર હતા એનો અંદાજ આપ એ વાત પરથી લગાવી શકો છો કે, વિજયએ ૧૫ વર્ષની ઉમરમાં જ ધો.૧૨મુ પાસ કરી લીધું હતું ત્યારબાદ તેમની નાની ઉમર હોવાના કારણે થોડાક વર્ષ સુધી તૈયારી કરી. ત્યારપછી તેમને એન્જીનીયરીંગ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરી ત્યારે તેમનું સિલેકશન દિલ્લી કોલેજ ઓફ એન્જીનીયરીંગમાં થઈ ગયું તેમણે ૪૭મો રેંક મેળવ્યો.

image source

જયારે તેમના ભણતરમાં અંગ્રેજી ભાષા રુકાવટ બની તો તેઓ અડગ રહીને એકસાથે એકજ વિષયની હિન્દી અને અંગ્રેજી ભાષાની બે પુસ્તકો સાથે રાખીને વાંચવાનું શરુ કર્યું. આમ કરવાથી તેમને ઘણો ફાયદો થયો. વિજય Stanfordના કેટલાક જીનીયસ વ્યક્તિઓને ફોલો કરવા લાગ્યા જેમકે, બીલગેટ્સ અને સિલિકોનવેલી, Hotmailના સંસ્થાપક સબીર ભાટિયા અને યાહુના સંસ્થાપક જેરી યાંગથી પ્રભાવિત થઈને ઈન્ટરનેટની દુનિયામાં કઈક મોટું કરવાનું વિચારી રહ્યા હતા. વિજયે કોલેજમાં જ પોતાની પહેલી કંપની XS કોમ્યુનીકેશન બનાવી. ત્યારપછી તેમણે પોતાની એક Content Management System બનાવી જેને તેઓ હોસ્ટેલના રૂમમાંથી ચલાવતા હતા.

ત્યારબાદ વર્ષ ૧૯૯૭માં એક મિત્ર સાથે મળીને Indiasite.net નામની એક પોર્ટલ ડીઝાઇન કરી. તેઓ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જતા અને સિલેકશન થઈ ગયા પછી તેઓ કંપનીને કહેતા કે અમને નાના-નાના પ્રોજેક્ટ આપો. કેટલીક કંપનીઓએ ના પાડી દીધી. પરંતુ પછીથી ધીરે ધીરે નાના પ્રોજેક્ટ મળવા લાગ્યા. બે વર્ષ પછી વિજયે Indiasite.netને Lotus Interworks (USA)ને ૧ મીલીયન ડોલરમાં વેચી દીધી. ત્યારપછી તેમણે બે વર્ષ સુધી પરિવારના કહેવાથી નોકરી કરી.

વર્ષ ૨૦૦૦માં તેમણે one97ની શરુઆત કરી તે સમયે મોબાઈલ ફોનની શરુઆત જ થઈ હતી. ત્યારે વિજય startec નામની કંપનીમાં કામ કરી રહ્યા હતા જે એરટેલ માટે સોફ્ટવેર બનાવવાનું કામ કરતી હતી. જેમાં વિજયએ એરટેલ માટે એક ફોન ડાયરેક્ટરી બનાવી હતી અને તેના આધારે પછીથી તેમણે one97નામથી એક સોફ્ટવેર બનાવ્યું. વિજયએ આ સોફ્ટવેરને એરટેલના CEOની સામે રાખ્યું.તેઓ ઘણા ઈમ્પ્રેસ થયા અને તેમણે વિજયને એરટેલની એક વેલ્યુ એડેડ સર્વિસીસ જ્યોતિષ આપી દીધી અને કહ્યું કે તેના બદલામાં તમે પોતાની સર્વિસીસ આપતા રહો.

ત્યારપછી ધીરે ધીરે સ્માર્ટફોનના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને તેમણે one97ના બોર્ડ ડીરેક્ટર સામે કેશલેસ ટ્રાનજકશનનો વિચાર પ્રગટ કર્યો. પરંતુ તેમના આ પ્રસ્તાવને ના પાડી દેવામાં આવી ત્યારપછી વિજયે સપનું પૂરું કરવા માટે પોતાના વ્યક્તિગત ઇક્વિટીના ૧% શેર વેચીને ૨ મીલીયન ડોલર ભેગા કર્યા અને ઓગસ્ટ, ૨૦૧૦માં paytmની સ્થાપના કરી દીધી.

જે વર્તમાન સમયમાં paytm એપની સાથે સાથે paytm payment bank પણ ચલાવે છે. Paytm બેન્કની શરુઆત ૨૩ મે, ૨૦૧૭માં કરવામાં આવી છે. આ પેમેન્ટ બેંક આપણને ડીજીટલ બચત ખાતું પ્રદાન કરે છે, જેને ખોલવા માટે કોઈ શુલ્ક કે ન્યુનતમ બેલેન્સની જરૂરિયાત નથી. આપ આ ખાતામાં એક લાખ રૂપિયા સુધી જમા કરી શકો છો. કોઈ ખાતા શુલ્ક અને અન્ય કોઈ ચાર્જ વગર આપ પોતાના ફોન પર બેન્કિંગ સુવિધાઓ મેળવી શકો છો. ઉપરાંત અન્ય બેન્કિંગ સુવિધાઓ જેવી કે, ડેબીટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ સેવા પણ આપે છે. પણ paytm payment bank પોતાને ઉધાર નથી આપી શકતી.

image source

વર્ષ ૨૦૧૭ સુધીમાં ૧૦૦ મીલીયન કરતા વધારે વ્યક્તિઓએ paytm appને ડાઉનલોડ કરી લીધી છે. હવે ભારતની પહેલી ઉપભોક્તા એપ બની ગઈ છે. વિજય શેખરના લગ્ન વર્ષ ૨૦૦૫માં મૃદૃલા શર્મા સાથે કર્યા. તેમને સંતાનમાં એક દીકરો છે જેનું નામ વિવાન શર્મા છે. વિજય શેખર દિલ્લીના ગોલ્ફ લિંકસમાં ૮૨ કરોડના એક બંગલો ખરીદ્યો છે. આ વિસ્તાર દેશના ઘણા મોઘા વિસ્તારોમાંથી એક છે.

પુરસ્કાર અને ઉપલબ્ધીઓ.

  • -વર્ષ ૨૦૧૫માં SABER એવોર્ડ્સ, દ્વારા “સીઈઓ ઓફ ધ યર” પસંદ કરાયા.
  • -વર્ષ ૨૦૧૬માં ધ ઇકોનોમિક ટાઈમ્સ દ્વારા, “ઈન્ટરપ્રીન્યોર ઓફ ધ યર” પસંદ કરાયા.
  • -વર્ષ ૨૦૧૬માં Exchange4media Group દ્વારા, “ઈમ્પેક્ટ પર્સન ઓફ ધ યર” પસંદ કરાયા.
  • -વર્ષ ૨૦૧૬માં માનદ ડોકટરેટની ઉપાધિ એમિટી યુનીવર્સીટી દ્વારા આપવામાં આવી.
  • -ઇન્ડિયા ટુડે પત્રિકાએ તેમણે વર્ષ ૨૦૧૭ના ૫૦ સૌથી શક્તિશાળી લોકોમાં ૧૮મુ સ્થાન આપ્યું.
  • -જીકયું ઇન્ડિયાએ તેમને વર્ષ ૨૦૧૭ માટે સૌથી પ્રભાવશાળી યુવા ભારતીયોમાં સામેલ કર્યા.