નર્સ ટોમીએ બનાવ્યું માસ્ક, N95 કરતા પણ વધારે સારા છે આ માસ્ક

આજે જ્યાં આખી દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે તેવા સમયે દરેક વ્યક્તિ પોતાને કોરોના વાયરસથી બચાવવા માટે અલગ અલગ પ્રકારના માસ્ક બનાવે છે. કોઈ ઘરે માસ્ક બનાવીને જરૂરિયાત મંદ વ્યક્તિઓ સુધી પહોચાડે છે. ત્યારે યુનીવર્સીટી હેલ્થ સીસ્ટમમાં મુખ્ય કાર્યકારી નર્સ દ્વારા એક માસ્ક બનાવવામાં આવ્યું છે જે N95 માસ્કની સરખામણીમાં વધારે સારા છે. રીપોર્ટ મુજબ, નર્સ ટોમી ઓસ્ટિન (Tommye Austin) એ આ માસ્ક બનાવવા માટે એસી ફિલ્ટર (AC Filter) મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને તેમણે ઓછી કિમતમાં ખરીદ્યા હતા.

Image Source

નર્સ ટોમી ઓસ્ટિનએ અત્યાર સુધીમાં ૬૦૦ માસ્ક બનાવ્યા છે, જેને સૈન એન્ટોનીયા, ટેક્સાસમાં હોસ્પિટલાઈઝડ કોરોના વાયરસ સંક્રમણના દર્દીઓને મે મહિનામાં આપવામાં આવશે. ભવિષ્યવાણી કરવામાં આવી છે કે, મે મહિનામાં સૈન એન્ટોનીયામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ શકે છે એટલા માટે ટોમી ઓસ્ટિનને આ માસ્ક હાલમાં સુરક્ષિત રાખી રહી છે.

ટોમી ઓસ્ટિનનું કહેવું છે કે, “એક વાર જયારે અમને ખબર પડી કે, કોરોના વાયરસ રોગને નિયંત્રણ કરવા માટે અને ફેલાતા અટકાવવા માટે કેન્દ્રએ અમને બેંડ કે પછી રૂમાલનો ઉપયોગ કરવાને બદલે માસ્ક પહેરવાનું કહ્યું છે તો અમે પોતે જ પોતાના N95 બનાવવાનો નિર્ણય કર્યો. આ માસ્ક ફીટ થાય છે અને N95 માસ્ક જેવા જ દેખાય છે. આ માસ્ક વાયરસને ૯૭.૮ થી ૯૯.૫ પ્રતિશત સુધી હવાને ફિલ્ટર કરી શકે છે. જયારે N95 માસ્ક વાયરસથી ૯૫ પ્રતિશત જ રક્ષા કરી શકે છે.”

Image Source

ટોમી ઓસ્ટિન જણાવે છે કે, તેઓ ૬૫૦૦ થી વધારે માસ્કનું ઉત્પાદન અને સ્ટોક કરવાની આશા રાખે છે, જો કે, તેને બે વાર ઉપયોગ કરી શકાય છે જો તેને યોગ્ય, સ્વચ્છતા અને પ્રોટોકોલની સાથે ચોખ્ખો ઉપયોગ કરવામાં આવે. ટોમી ઓસ્ટિન જણાવે છે કે, “આ માસ્ક પહેરવાથી આપને ચક્કર કે પછી માથામાં દુઃખાવો પણ નહી થાય. આ માસ્ક આરામદાયક છે અને આપ આ માસ્કને લાંબા સમય સુધી પહેરી શકો છો.

અત્યારે તેઓ પોતાની ડીઝાઇન્સને હોસ્પિટલ અને અન્ય સુવિધાઓના ક્ષેત્રોમાં પણ શેર કરી રહી છે, જેથી કરીને તેઓ પણ આવા માસ્ક બનાવી શકે.