નખ ચાવવાની આદતને ચપટીમાં છોડાવવા આજથી જ અપનાવો આ ઉપાયો…

મોટાભાગના નાના બાળકોને મોંમા અંગુઠો તેમજ આખો દિવસ નખ ચાવવાની ખૂબ જ ગંદી આદત હોય છે. જ્યારે નાના બાળકો નખ ચાવે છે ત્યારે તેના શરીરમાં અનેક પ્રકારના કિટાણુઓ જાય છે અને પછી ઇન્ફેક્શન થવા લાગે છે. આમ ઇન્ફેક્શન થવાને કારણે બાળક જલદી બીમાર પડી જાય છે. જો કે બાળકોની આ આદતથી પેરેન્ટ્સ અનેક ઘણી ચિંતાઓમાં પડી જાય છે. બાળકોની આ આદતને છોડવવા માટે માતા-પિતા અનેક ઘણા પ્રયત્નો કરતા હોય છે તેમ છતા તેઓ તેમના બાળકોને આ આદત છોડાવી શકતા નથી.

image source

આમ, જો તમારા બાળકોને પણ આવી ગંદી આદત પડી ગઇ છે અને તમે તેને સુધારવા ઇચ્છો છો તો આજથી જ આ ટિપ્સ ફોલો કરવા લાગો. જો તમે રેગ્યુલરલી આ ટિપ્સ ફોલો કરશો તો તમારા બાળકની આ આદત જલદી જ સુધરી જશે અને તે અનેક બીમારીઓથી બચી પણ જશે.

નખ પર લગાવો કડવી વસ્તુ

image source

જો તમારા બાળકને નખ ચાવવાની આદત છે તો તેના નખ પર કોઇ પણ પ્રકારની કડવી ચીજ લગાવો. કડવી વસ્તુ નખ પર લગાવવાથી તમારું બાળક જેવુ મોંઢામાં નખ નાખશે તેવો જ તેનો સ્વાદ કડવો લાગવા લાગશે જેથી કરીને તે બીજી વખત નખ મોંઢામાં નાખશે નહિં અને તેની આ આદત છૂટી જશે. નખ ચાવવાની આ આદતને છોડાવવા માટે મરચાનો પાવડર અને લીમડાનો રસ એક બેસ્ટ ઉપાય છે.

નેઇલ પોલિશ રિમૂવર

નખ ચાવવાની આદતને છોડવવા માટે બાળકોની આંગળીઓ પર નેઇલ રિમૂવર પણ તમે લગાવી શકો છો. નેઇલ રિમૂવરવાળી આંગળી જ્યારે તે મોંઢામાં નાખશે ત્યારે તરત જ તેનો સ્વાદ બદલાઇ જશે અને તેની આ આદત છૂટી જશે. આ પ્રયોગ જો તમે અઠવાડિયુ કરશો તો તમારા બાળકની નખ ચાવવાની આ આદત આપોઆપ જ છૂટી જશે અને ઇન્ફેક્શન લાગવાનો ડર પણ રહેશે નહિં.

બેન્ડેજ અથવા સ્ટીકર લગાવો

image source

બાળકોના નખ પર બેન્ડેજ તેમજ કોઇ સ્ટીકર લગાવીને પણ તમે તેની આદતને છોડાવી શકો છો. બેન્ડેજ તેમજ સ્ટીકર લગાવવાથી બાળક નખ ચાવી નહિં શકે જેથી કરીને તેની આ આદત ખૂબ જ જલદી છૂટી જશે.

હાથમાં મોજા પહેરાવો

image source

બાળકોના નખ ચાવવાની આદતને જલદી છોડવવા માટે આ એક બેસ્ટ ઉપાય છે. તમારા બાળકને આખો દિવસમાં હાથમાં મોજા પહેરાવીને રાખો જેથી કરીને સરળતાથી તે નખને ચાવી શકશે નહિં. આ પ્રકારના નાના હાથના મોજા તમને સરળતાથી બજારમાં મળી રહે છે. જો કે આ પ્રકારના નાના હાથના મોજા તમે જાતે પણ ઘરે બનાવી શકો છો. આ હાથના મોજા ઘરે બનાવતી વખતે તેમજ બહારથી લાવતી વખતે એક વાતનુ ખાસ ધ્યાન એ રાખો કે,

image source

તમે જે મોજા બહારથી ખરીદો છો અથવા તો ઘરે બનાવો છો ત્યારે તેનુ કાપડ સોફ્ટ હોય તે ખૂબ જ ધ્યાન રાખવુ. જો હાથના મોજાનું કાપડ એકદમ કડક અને આંગળીઓ પર કરડે એવુ હશે તો તેનાથી બાળકની આંગળીઓને નુકસાન થાય છે. તમને જણાવી દઇએ કે, નાના બાળકોની સ્કિન ખૂબ જ સેન્સેટિવ હોવાથી આ પ્રકારની અનેક વાતોનુ ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે