બાળકને દુનિયાની નેગેટીવીટીથી દુર રાખવા, માતાએ શરુ કર્યું કિડ્સ સ્પેશીયલ ન્યુઝ પેપર.

મીડિયાને લોકતંત્રનો ચોથો મહત્વનો સ્તંભ ગણવામાં આવે છે. તેમજ દરેક માતાપિતા એવું ઈચ્છે છે કે, તેમના બાળકો ન્યુઝ પેપર વાંચે જેથી કરીને દેશ-દુનિયામાં ઘટી રહેલ ઘટનાઓથી તેઓ પણ માહિતગાર રહે. પરંતુ શું આજના ન્યુઝ પેપરમાં આવતા સમાચાર બાળકોને વાંચવા લાયક હોય છે ખરા? રોજ કોઈને કોઈ ગોટાળો, કૌભાંડ, કોઈએ કોઈની હત્યા કરી, બળાત્કાર, અપહરણ અહિયાં સુધી ઘણીવાર એવા પણ સમાચાર આવે છે જેને વાંચીને કે જેના ફોટો જોઇને વયસ્ક વ્યક્તિઓને પણ શરમ આવી જાય. ત્યારે આવા સમયમાં એક માતાએ પોતાના બાળકને દેશ-દુનિયામાં બનતી ઘટનાઓથી માહિતગાર રાખવા માટે બાળકને યોગ્ય એક અલગ સમાચાર પત્રની શરુઆત કરી.

Nidhi Arora - WeAreTheCity India | Events, Network, Advice for ...
Image Source

હરિયાણાના ગુરુગ્રામની રહેવાસી નિધિ અરોડાને એક ૧૧ વર્ષનો દીકરો છે. નિધિ ઈચ્છે છે કે, તેના દીકરાને રોજ નિયમિતપણે ન્યુઝ પેપર વાંચવાની ટેવ પાડે. પણ નિધિ નથી ઈચ્છતી કે ન્યુઝ પેપરમાં આવતી હત્યા, રેપ, ચોરી-લુંટના બનાવો વિષે તેનો દીકરો જાણે અને તેની ખરાબ અસર દીકરા પર જોવા મળે. આ વાતના સમાધાનરુપે નિધિએ પોતાના ૧૧ વર્ષના દીકરા માટે એક અલાયદું ન્યુઝ પેપર ઘરેજ બનાવવાનું શરુ કર્યું. જેનું નામ રાખવામાં આવ્યું.:”ધ ચિલ્ડ્રન પોસ્ટ” જેની શરુઆત વર્ષ ૨૦૧૭માં કરવામાં આવી.

આમ બાળક માટે અલગથી ન્યુઝપેપર તૈયાર કરવાનો હેતુ સીધો અને સરળ હતો કે, આજકાલ આવતા ન્યુઝપેપરમાં આવતા નિમ્ન ક્ક્ષાના સમાચારથી બાળકોને દુર રાખવા અને દેશ-દુનિયામાં બનતી અન્ય ઘણી મહત્વની ઘટનાઓ જેવી કે, ટેકનોલોજી, કોઈ નવી રીસર્ચ વિષે, ક્વીઝ, કવિતાઓ, વાર્તાઓ, નવલકથા-લઘુનવલ કથા, હવામાન, ઈતિહાસ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, ઈન્ટરનેટ સિક્યોરીટી વગેરે વિષયો પર જાણકારી હોવી બાળકો માટે ખુબ જરૂરી છે. આ બધી જાણકારી વર્તમાન સમયની માંગ અને ભવિષ્યની જરૂરિયાત પણ છે.

Mission with a vision: let the sighted see - The Hindu
Image Source

નિધિ અરોડાએ ગ્રેજ્યુએશન IIMમાંથી કર્યું છે અને તે એક કન્સલ્ટીંગ ફર્મની ડાયરેક્ટર પણ છે. નિધિ દ્વારા શરુ કરવામાં આવેલ આ ૪ પેજના ન્યુઝપેપરની લોકપ્રિયતા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ વધારે બાળકોની મમ્મીઓ જોડતી ગઈ. હાલમાં “ધ ચિલ્ડ્રન પોસ્ટ” ન્યુઝપેપર ઈ-ન્યુઝપેપર તરીકે પણ ઉપલબ્ધ છે. વર્તમાન સમયમાં આ ન્યુઝપેપર બનાવવા માટે નિધિની સાથે અન્ય છ મહિલાઓની એક ટીમ કામ કરે છે. જેમાં દીપ્તિ છાબરા, એકતા એકલેસ્ટન, નેહા જૈન, શિવાની ગીલોત્રા નારંગ અને પ્રદીપ વિસ્સમેટી કામ કરે છે. “ધ ચિલ્ડ્રન પોસ્ટ”ને તૈયાર કરવા માટે બધુજ કામ તેઓ જાતે કરે છે જેમકે, માહિતી શોધવી, યોગ્ય રીતે ગોઠવવી, પૃષ્ઠ ડીઝાઇન બનાવવી, ઉખાણા, કાર્ટુન વગેરે કરવામાં તેઓને ઓછામાં ઓછું ચારથી પાંચ વાર સ્કેન કરવાની જરૂરિયાત પડે છે. આ ટીમની દરેક મેમ્બર પોતાની બધી તાકત લગાવીને કામ કરે છે, કેમકે તેઓ પોતાના માસુમ બાળકોના મન પર સમયથી પહેલા કોઈ નકારાત્મક અસર પડે તેવું ઈચ્છતી નથી.