ગાઝિયાબાદની માતાના એક કોડ વર્ડે તેની 12 વર્ષની દીકરીનું અપહરણ થતાં અટકાવ્યું…

માતાના એક કોડ વર્ડે દીકરીને બચાવી લીધી, ગાઝિયાબાદની માતાના એક કોડ વર્ડે તેની 12 વર્ષની દીકરીનું અપહરણ થતાં અટકાવ્યું.

રોજ સેંકડો બાળકો તેમજ કીશોર-કીશોરીઓના અપહરણ થઈ રહ્યા છે. બાળકોને પોતાના કુટુંબથી છુટ્ટુ પાડીને કાળી મજૂરીમાં જોતરી દેવામા આવે છે અને તેથી પણ વધારે શું-શું થતું હશે તેની આપણને કલ્પના પણ નહીં હોય. બાળ-તશ્કરી વિરુદ્ધ નક્કર કાયદાઓ તો ઘડવામાં આવ્યા છે પણ તેને રોકવા માટે કશું જ નક્કર નથી થઈ રહ્યું.

image source

મોટે ભાગે અપહરણનો શીકાર 18 વર્ષથી નાની છોકરીઓ થાય છે અને તેવી જગ્યાએ કે જ્યાં કુટુંબની આવક ઓછી હોય છે જેમ કે વેસ્ટ બેંગાલ, બિહાર અને આસામ. આ છોકરીઓને ત્યાર બાદ દેહ વેપારમાં જોતરી દેવામાં આવે છે અને તેમાંને તેમાં તેમનું જીવન વેતરાય જાય છે.
પણ ક્યારેક ક્યારેક આવી સ્થીતીમાં માતા-પિતાની નાનકડી સ્માર્ટનેસ પણ બાળકને બચાવી શકે છે. વાત છે ગાઝિયાબાદના ઇંદીરાપુરમમાં રહેતી ગૃહીણીની. તેણીએ પોતાના બાળકોને બદઇરાદો ધરાવતા અજાણ્યા લોકોના હાથમાં પડતા રોકવા માટે એક સરસ મજાનું સોલ્યુશન શોધી લીધું છે.
અને આ સોલ્યુશન છે, ‘કોડ વર્ડ’

image source

ઘણા બધા અપહરણો, બળાત્કાર, તશ્કરીઓ બાળકોને કોઈને કોઈ જાતની લાલચ આપીને કરવામાં આવે છે જેમ કે મીઠાઈ, ચોકલેટ્સ કે પછી બાળકોને ગમતી કોઈ વસ્તુઓ દ્વારા અને આમ બીચારુ બાળક અંધકારમાં ખેંચાય જાય છે.આસપાસ આવા ઘણા બધા પ્રસંગો બનતા હોવાથી આ દંપત્તીએ પોતાના બાળકોને આ જાળમાંથી બચાવવા માટે એક સીસ્ટમ વિકસાવી છે, તેના પ્રમાણે જ્યારે ક્યારેય પણ કોઈ અજાણી વ્યક્તિ તેમનો સંપર્ક કરે ત્યારે તેમને એક કોડવર્ડ પુછવામાં આવે છે.જો આ અજાણી વ્યક્તિ તેમને સાચ્ચો કોડવર્ડ જણાવી ન શકે તો બાળકને ખબર પડી જાય છે કે તે વ્યક્તિ વિશ્વાસપાત્ર નથી. આ દંપત્તિ દર મહિને એક નવો જ કોડવર્ડ નક્કી કરે છે અને તે જ કોડ પોતાના બાળકોને જણાવે છે.ચાલો જોઈએ કે આ એક કોડ વર્ડે એક મોટી દુર્ઘટના કેવી રીતે અટકાવી.

image source

આ દંપત્તિની 12 વર્ષની દીકરી નજીકની જ કોઈ દુકાન પર વેફર્સનું પેકેટ લેવા ગઈ હતી, ત્યારે જ તેણી પાસે કોઈ અજાણી વ્યક્તિ આવી અને તેણીને જણાવ્યું કે તેણીના પિતાનું એક્સિડન્ટ થયું છે.જ્યારે તેણે તેણીને પોતાની સાથે આવવા કહ્યું ત્યારે તેણીએ તે અજાણી વ્યક્તિને કહ્યું કે જો તે ઇચ્છતો હોય કે તેણી તેની સાથે જાય તો તેના પિતાએ જણાવેલો કોડવર્ડ જણાવે.તે અજાણ્યો માણસ તે કોડ વર્ડ ન જણાવી શક્યો કે પછી તેણીએ પુછેલા અન્ય પ્રશ્નોનો જવાબ પણ ન આપી શક્યો. છેવટે તે ગભરાઈ ગયો અને તેણી કોઈને કશું જણાવે તે પહેલાં તો તે ત્યાંથી ભાગી ગયો.

image source

“પાસ વર્ડ કોઈ પણ હોઈ શકે છે જેમ કે કોઈ ભગવાનનું નામ કે પછી કોઈ નાનકડો શબ્દસમૂહ હોય. અમને જણાવવામાં આવ્યું છે કે જ્યારે અમારા માતાપિતા અમારી સાથે ના હોય ત્યારે તે શબ્દનો ઉપયોગ અમારે અમારા પાડોશીઓ અને સંબંધીઓ સાથે કરવાનો છે,” તેવું તે છોકરીએ એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું.તેણીની માતા પોતાના બાળકોને નિયમિત રીતે સ્વ-રક્ષણના પાઠ ભણાવતી રહે છે અને તે પણ શીખવે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું જોઈએ. અત્યાર સુધી તેના પિતા આ કોડ વર્ડ્સ પર ધ્યાન નહોતા આપતા ઘણી વાર તો તેઓ પોતે જ પાસવર્ડ ભુલી જતા. પણ આજે આ પાસવર્ડ લાઇફ સેવર સાબિત થયો છે.

image source

તેણીની માતા ખુશ છે કે દીકરીએ માતાએ ભણાવેલા આ પાઠનો વાસ્તવમાં ખુબ જ યોગ્ય રીતે ઉપયોગ કરી બતાવ્યો. “મને મારી દીકરી પર ખુબ ગર્વ થઈ રહ્યો છે અને હું દરેક માતાપિતાને અપિલ કરું છું કે તેઓ પણ તેમના આંતરિક સંપર્ક માટે આવી જ કોઈ સિસ્ટમ તૈયાર કરે.” તેવું તેણીની માતાએ જણાવ્યું હતું.

જોકે આ ઘટના બાબતે માતાપિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઈ જ ફરિયાદ નોંધાવી નથી.