હાશ… હવે કોઈપણ મહિલાઓને પોતાની એક્સપાયરી અને બેકાર થયેલી બ્યૂટી પ્રોડક્ટ્સને ફેંકવી નહિ પડે… જાણો તેના ઉપયોગો…

મેકઅપ કરવું દરેક યુવતીને પસંદ હોય છે. તેથી જ મહિલાઓ મોંઘા મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદી તો લે છે, પણ તેનો ઉપયોગ રોજ રોજ નથી કરી શક્તી. આવામાં બ્યુટી પ્રોડક્ટ્સ પડ્યા પડ્યા એક્સપાયર થઈ જાય છે. જો તમારી કોઈ પણ બ્યૂટી પ્રોડક્ટ્સ એક્સપાયર થયા બાદ ખરાબ થઈ જાય છે, તેને ઝટથી ઉઠાવીને ડસ્ટબીનમાં નાખવાની ભૂલ ન કરતા. જોકે, એક્સપાયર થયા બાદ તેના ઉપયોગથી આપણી સ્કીન પર રિએક્શન આવી શકે છે, અને આપણી ત્વચા પણ ખરાબ થઈ શકે છે. પણ, આ પ્રોડક્ટ્સને આપણે રિયુઝ્ડ કરી શકીએ છીએ. ચોંકવાની જરૂર નથી. તમને જાણીને ખુશી થશે કે, તમે ઈચ્છો તો તમારા એક્સપાયર્ડ શેમ્પૂ કે આઈશેડોને અલગ રીતે ઉપયોગ કરી શકો છો. તો જાણો કેવી રીતે બેકાર પડેલા બ્યુટી પ્રોડક્ટ્સને ઉપયોગમાં લઈ શકાય છે.

ટોનર

ચહેરાની ગંદગી દૂર કરવા અને તેને સાફ કરવા માટે ટોનરનો ઉપયોગ કરાય છે. એક્સપાયરી હોવા છતાં તેનો ઉપયોગ બાથરૂમની ટાઈલ્સ, કાચ કે ટેબલ સાફ કરવા માટે કરી શકાય છે.

આઈશેડો

image source

આઈશેડો ખરાબ થવા પર તેનો ઉપયોગ અલગ અલગ રીતે નેલ પેઈન્ટમાં કરી શકો છો. તેના માટે તમારે આઈશેડોને પીસીને ક્લીયર નેલ પેઈન્ટમાં નાખો અને પોતાના મનપસંદ કલરની નેલ પેઈન્ટ તૈયાર કરો.

મેકઅપ બ્રશ

મેકઅપ કરતા કરતા હંમેશા મેકઅપ બ્રશ ખરાબ થઈ જાય છે. જેનો ઉપયોગ કરવાથી સ્કીનને લાગવા લાગે છે. આવામાં તેનો ઉપયોગ મેકઅપ માટે ન કરો. પરંતુ તેને ફેંકતા નહિ. પરંતુ કમ્પ્યુટરનું કી-બોર્ડ સાફ કરવા, કમ્પ્યૂટર અંદરથી સાફ કરવા, તથા અન્ય ઝીણી વસ્તુઓ સાફ કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે.

image source

મસ્કરા

તમે ઘરના કોઈ લગ્ન માટે મસ્કરા તો ખરીદી લીધું, પણ રાખી રાખીને તે ખરાબ થઈ ગયું છે. તો તરત જ તેને ફેંકી દેવાની ભૂલ ન કરતા. મસ્કરાના બ્રશથી તમે આઈબ્રો અને પાંપણને સારી રાખી શકો છો. ક્યારેક એકાદ બે સફેદ વાળ દેખાય તો મસ્કરાથી તમે તેને કલર પણ કરી શકો છે. કમ કે, એક્સપાયર્ડ મસ્કરાની વાળ પર કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી.