મજૂરોને ખોદકામ કરતા મળ્યો સિક્કા ભરેલો ઘડો, પણ પછી આ ઘડાનુ થયુ કંઇક એવુ કે…

મધ્ય પ્રદેશના બુરહાન પુરના ખકનાર તાલુકામાં આવેલ ચૌખંડા ગામમાં તળાવના નિર્માણ માટે મનરેગા હેઠળ ખોદકામ ચાલી રહ્યું છે. તે દરમિયાન કેટલાક મજુરોને મુઘલ સલ્તનત સમયના સોનાના સિક્કાથી ભરેલ ઘડા મળ્યા છે. તળાવના ખોદકામ દરમિયાન મળેલ સિક્કાથી ભરેલ ઘડાની વાત ગામમાં આગની જેમ પ્રસરી જાય છે. આ સાથે જ મનરેગાના અધિકારીઓએ સ્થાનિક પોલીસને પણ જાણ કરી દેવામાં આવી છે. ત્યાર પછી સ્થાનિક પોલીસ અધિકારીઓની સાથે સાથે મનરેગાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી ગયા હતા. આ ઘડામાં અંદાજીત ૨૬૦ જેટલા મુઘલ બાદશાહોના નામ અને સુલતાનોના નામ અંકિત કરેલ સિક્કાઓ મળ્યા છે.

દેડતલાઈ પોલીસ ચોકીના અધિકારી હંસ કુમાર ઝીઝોરએ જણાવે છે કે, ગ્રામ પંચાયત બાલાઘાટના ચૌખંડામાં નિસ્તાર તળાવના ખોદકામ મનરેગા યોજના અંતર્ગત ચાલી રહ્યું છે. ત્યારે ૫ જુન, ૨૦૨૦ શુક્રવારના રોજ મનરેગા યોજના હેઠળ કામ કરી રહેલ મજુર કમલ સિંહ મૌજીલાલ અને માંગીલાલ દુર્ગસિંહ જયારે ખોદકામ કરી રહ્યા હતા ત્યારે તેમને જુના સિક્કાથી ભરેલો એક ઘડો મળી આવ્યો છે.

ત્યાર પછી આ વાતની જાણકારી સ્થાનિક પોલીસને જાણ કરી દેવામાં આવી ત્યાર બાદ સ્થાનિક પોલીસ તરત જ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને ખોદકામ દરમિયાન મળી આવેલ સોનાના સિક્કાથી ભરેલ ઘડાને જપ્ત કરી લેવામાં આવ્યા હતા. ખોદકામ દરમિયાન મળી આવેલ ઘડા માંથી અંદાજીત સોનાના ૨૬૦ સિક્કાઓ મળ્યા છે. ત્યાર પછી આ ઘટનાની જાણકારી જીલ્લાના એસપી, કલેકટરની સાથે જ અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી દેવામાં આવી છે. હવે આ સિક્કા કેટલા જુના છે અને કઈ ધાતુ માંથી બનાવવામાં આવ્યા તેની તપાસ માટે પુરાતત્વ વિભાગમાં મોકલી આપવામાં આવ્યા છે. ૬ જુન શનિવારના રોજ રાજસ્વ અધિકારીઓ દ્વારા જ્યાંથી સિક્કા મળી આવ્યા છે તે સ્થળનું નીરીક્ષણ કરવાની સાથે જ ત્યાં કામ કરી રહેલ મજૂરો સાથે પણ પુછપરછ કરવામાં આવી છે.

ઈતિહાસવિદ્દ કમરૂદ્દીન ફલક જણાવે છે કે, તળાવના ખોદકામ દરમિયાન મળી આવેલ સિક્કા મુઘલ સલ્તનત સમયના ચાંદીના સિક્કા છે. આ સિક્કા પર બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંનું નામ અંકિત કરાયેલ જોઈ શકાય છે.

ઉપરાંત કેટલાક સિક્કાઓ શેર શાહ્સુરીના શાસનકાળના પણ છે. શાહજહાંના શાસનકાળમાં અંદાજીત બુરહાન પુરમાં ૯ લાખની વસ્તી ધરાવતા હતા. જેથી અહિયાં શક્ય છે કે, લોકો ત્યાં જ રહેતા હશે.

તળાવના ખોદકામ દરમિયાન મળી આવેલ ઘડા માંથી લગભગ ૪૦ થી ૫૦ વર્ષ જુના સિક્કા એકઠા કરવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસનની પરવાનગી મળ્યા પછી જે જગ્યાએથી સિક્કા મળ્યા હતા તે જગ્યાનું પણ નીરીક્ષણ કરવામાં આવ્યું છે.

બુરહાન પુર એક ઐતિહાસિક શહેર છે જેના કારણે બુરહાન પૂરમાં ખોદકામ કરતા સમયે જમીન માંથી સિક્કા મળી આવ્યા છે.