આજે જાણો કેમ કીબોર્ડના બટન ABCD ફોર્મેટમાં નથી હોતા, આ છે તેનું સાચું કારણ…

તમે ભલે કમ્પ્યુટર પર કામ કરતા હોવ, પરંતુ તમને તેની સાથે જોડાયેલી અનેક માહિતી નહિ ખબર હોય. આજકાલ ડિજીટલનો જમાનો છે. નોકરી તેમને જ મળે છે, જે ટાઈપિંગ અને સોશિયલ મીડિયાની માહિતી રાખે છે. પણ શું તમને ખબર છે કે, કમ્પ્યુટર કે લેપટોપના કી-બોર્ડના બટન આડાઅવળા કેમ હોય છે. તે એક સાથે ABCD ન હોઈને, અલગ અલગ કેમ હોય છે. જો અંગ્રેજીનો અભ્યાસ એક લાઈનમાં હોય છે, તો તેને લખવાનો ક્રમ પણ એકજેવો હોવો જોઈએ. પણ કી બોર્ડ પર આવું કેમ નથી. કેમ કી બોર્ડ ABCDના ક્રમમાં નથી હોતું. તમે અત્યાર સુધી જેટલા પણ કી-બોર્ડ કે સ્માર્ટફોનના કી-બોર્ડ જોયા હશે, તે QWERTY ફોર્મેટમાં જ કેમ હોય છે, જાણો તે પાછળનું કારણ

image source

હકીકતમાં પહેલા એવું ન હતુ. પહેલા કી બોર્ડ A,B,C,D ફોર્મેટમાં જ હતું. આ ફોર્મેટને Christopher Latham Sholesએ બનાવ્યું હતુ. પરંતુ તેનાથી ટાઈપ કરવામાં સ્પીડ આવતી ન હતી. જેમ કે આજે આવે છે. કેટલાક લોકોએ ટાઈપિંગ સ્પીડ વધારવા માટે કેટલાય એક્સપરિમેન્ટ્સ કર્યાં. પરંતુ જે સફળ મોડલ સામે આવ્યું તે QWERTY મોડલ હતું. આ ફોર્મેટ પહેલા ટાઈપિંગ પરફેક્ટ ન હતી, અને સ્પીડ પણ ન આવતી.

image source

QWERTY ફોર્મેટથી લોકોની જિંદગી સરળ બની હતી. તેનાથી લખવામાં સરળતા આવવા લાગી. સ્પીડ પણ વધવા લાગી. સૌથી પહેલા આવ્યું Christopher Latham Sholesનું QWERTY કી-બોર્ડ ટાઈપરાઈટર, પરંતુ કી-બોર્ડવાળા ટાઈપરાઈટરમાં લખવું થોડું મુશ્કેલ હતું. તેનું કારણ એ હતું કે, કીની વચ્ચે એટલી સ્પેસ રહેતી ન હતી, જે આજના સમયમાં હોય છે. તે સમયે ટાઈપરાઈટરની કી પણ મોટી અને ઉઠેલી રહેતી હતી. જેને કારણે જલ્દી જલ્દી ટાઈપ કરવું મુશ્કેલ હતું. પરંતુ QWERTY ફોર્મેટના આવિષ્કારથી લોકોની તકલીફ દૂર થઈ ગઈ.

ક્રિસ્ટોફર લૈથમ શોલેજ એક અમેરિકન સંશોધક હતા, જેમણે પહેલું વ્યવહારિક ટાઈપરાઈટર અને QWERTY કી-બોર્ડની શોધ કરી હતી. જેનો પ્રયોગ આજે આખી દુનિયામાં થઈ રહ્યો છે. અનેકવાર પ્રયોગ કર્યા બાદ માલૂમ પડ્યું કે, સાચા ક્રમમાં હોવાને કારણે લોકો કી-બોર્ડ પર સારી રીતે ટાઈપિંગ કરી શક્તા ન હતા. અસલમાં આ એક ટેકનિકની જેમ હતી, જેને સમજવું

image source

આસાન તો ન હતું, પણ મુશ્કેલ પણ ન હતું. બહુ જ જલ્દી લોકોએ આ સમજ્યું, અને અહેસાસ કર્યો કે, સીધા ક્રમને બદલે ઉલટા ક્રમમાં બટન લગાવવામાં આવે તો સરળતા રહેશે. આ જ કારણે QWERTY કીબોર્ડમાં એવી રીતે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ રીતે સીધા ક્રમને તોડવામાં આવ્યું, અને ઉલટા ક્રમને જોડવામાં આવ્યું. જો તમે પણ ટાઈપિંગ શીખ્યા છો, તો તમારે પણ આ નોલેજ રાખવાની જરૂર છે, કે તમે જે કીબોર્ડ યુઝ કરો છો, તે કેવી રીતે શોધાયું.