લોકોના ઘરકામ કરતી મહિલાના જીવનમાં થયો ચમત્કાર, બદલાઈ ગયું આખું જીવન.
લોકોના ઘરકામ કરતી મહિલાના જીવનમાં થયો ચમત્કાર, બદલાઈ ગયું આખું જીવન.
‘ભગવાન જયારે આપે છે ત્યારે દિલ ખોલીને આપે છે.’ આજે અમે આપને એક એવી મહિલા વિષે જણાવીશું. જેની જિંદગી રાતોરાત જ બદલાઈ જાય છે. આ મહિલાનું નામ છે કમલા. કમલા એક સાધારણ મહિલા જે લોકોના ઘરકામ કરીને રોજીરોટી મેળવે છે. ત્યારે કમલાના જીવનમાં એવો એક ચમત્કાર થાય છે કે તેની આખી જિંદગી જ બદલાઈ જાય છે અને કમલા એક ઘરકામ કરનારી કામવાળી માંથી આભમાં સિતારાની જેમ ચમકવા લાગે છે. ચાલો જાણીએ એવા કયા સંજોગો બન્યા જેણે કમલાને ઘરકામ કરવાવાળી બાઈ માંથી આભનો સિતારો બનાવી દીધી.

હવે કમલા મોડલિંગ કરે છે.:
કમલા હવે એક સફળ મોડલ બની ગઈ છે જે મોટી મોટી ફેમસ મોડલ્સને ટક્કર આપી રહી છે. મોડલ બનતા પહેલા કમલા એક સામાન્ય નારીની જેમ ઘર ચલાવવા માટે લોકોના ઘરના કામ કરી રહી હતી. કમલા જ્યાં કામ કરી રહી હતી. ત્યાં શેડ્સ ઓફ ઇન્ડિયાના ફેશન ડિઝાઈનર મનદીપ સૈની પણ ત્યાંજ રહેતા હતા.

મનદીપ સૈની પોતાના નવા પ્રોજેક્ટ માટે એક નવા ચહેરાની શોધ કરી રહ્યા હતા તેમજ મનદીપ આ નવા પ્રોજેક્ટ માટે કોઈ પ્રોફેશનલ મોડલને લેવા ઈચ્છતા ના હતા. ત્યારે તેમની નજર એકાએક લોકોના ઘરમાં કામ કરતી કમલા પર પડે છે. મનદીપ કહે છે કે, દરેક મહિલાને પોતાની અલગ સુંદરતા હોય છે. જે સુંદરતા મનદીપને કમલામાં જોવા મળી અને કમલા પાસે પોતાના નવા પ્રોજેક્ટ કલેકશનની મોડલિંગ કરાવવા માટે મનાવશે.

જયારે મનદીપએ કમલાને નવા કલેક્શન માટે મોડલિંગ કરવાની ઓફર કરી ત્યારે કમલાએ મજાક સમજીને ના પાડી દીધી. ત્યારપછી મનદીપ સૈનીએ કમલાને વિગતવાર સમજાવી ત્યારપછી કમલા મોડલિંગ કરવા માટે માની ગઈ. ત્યારપછી જયારે કમલાને પહેલીવાર મનદીપ સૈનીના સ્ટુડીયોમાં ડિઝાઈનર કપડા અને મેકઅપ સાથે તૈયાર થઈ ગયા પછી જયારે મનદીપ પોતે જોવે છે તો તેઓ પોતે પણ ઓળખી શકતા નથી. મનદીપ સૈની કમલાને આ નવા રૂપમાં જોઇને ઘણા ખુશ થાય છે અને તેમને એક સંતોષ થાય છે કે, તેમણે એક સંતોષકારક નવા ચહેરાની શોધ કમલા પર આવીને પૂરી થાય છે.

કમલા શેડ્સ ઓફ ઇન્ડિયાના ડિઝાઈનર મનદીપ સૈનીના ઘરે જઈને ઘરના કામકાજ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહી હતી ત્યારે અચાનક મનદીપ સૈનીએ કમલાની કિસ્મત બદલી નાખી. આજે કમલા એક સફળ મોડલ છે અને તેઓ મનદીપ સૈની સિવાય પણ કેટલાક અન્ય પ્રસિદ્ધ ડિઝાઈનરના કલેક્શન માટે મોડલિંગ કરી રહી છે.