‘કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી’ આ ઉક્તિને યથાર્થ કરતા એક IAS ઓફિસરની સફર.

જયાગણેશ એક એવા વ્યક્તિ કે જેમણે ફક્ત પરિવારની ગરીબી દુર કરવા માટે જ નહી, ઉપરાંત પોતાના નાનકડા ગામનો વિકાસ કરવા માટે એક IAS ઓફિસર બનીને કલેકટર બનવાનું નક્કી કર્યું. જયાગણેશે કલેકટર બનવા માટે UPSCની પરીક્ષા પાસ કરવા માટે એક કે બે વાર નહી પણ સાત સાતવાર UPSCની પરીક્ષા આપી હતી. ચાલો જાણીએ જયાગણેશને કલેકટર ઓફિસર બનવા સુધીની સફર કેવી કેવી મુશ્કેલીઓ માંથી પસાર થયા હતા.

Image Source

જયાગણેશ પહેલેથી જ ભણવામાં ખુબ હોશિયાર રહ્યા છે. જયાગણેશે ધો.૧૨માં ૯૧% સાથે પાસ કરી હતી. ધો.૧૨ પછી જયાગણેશે મીકેનીકલ એન્જીનીયરનો અભ્યાસ પૂર્ણ કર્યો. જયાગણેશ એક ગરીબ પરિવારમાંથી આવે છે તેમના પિતા એક લેધર ફેકટરીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા હતા. તેમના પિતાનો પગાર રૂ.૪૫૦૦ જેટલો જ હતો. જયારે જયાગણેશ પોતાનું મીકેનીકલ એન્જીનીયરનો અભ્યાસ પૂર્ણ કરીને અને ડીગ્રી મળ્યા પછી તેમને રૂ.૨૫૦૦ની નોકરી મળી, આ તેમની પહેલી નોકરી હતી. જયાગણેશ ઘરના મોટા દીકરા હોવાથી પોતાના ચાર ભાઈ બહેનોની જવાબદારી પણ તેમના પર આવી ગઈ હતી.

ગામમાં થોડાક સમય સુધી નોકરી કરવા દરમિયાન તેમને એહસાસ થયો કે, તેમની સાથે શાળામાં ભણતા મિત્રોમાંથી કેટલાક મિત્રો રીક્ષા ચલાવે છે, તો કેટલાક મિત્રો શહેરની કોઈ ફેકટરીમાં મજુરી કામ કરે છે તેઓ પોતે એક જ એવા છે જેમણે ધો.૧૨ પછી ઉચ્ચ અભ્યાસ કરી શક્યા છે. જયાગણેશ જયારે ગામની શિક્ષણ પદ્ધતિ ખુબ જ પછાત છે જેને સુધારવાનો વિચાર આવ્યો. ત્યારપછી શરુ થાય છે જયાગણેશની IAS ઓફિસર બનવાની મુશ્કેલ સફર….

Image Source

જયાગણેશ જયારે જાણે છે કે, જો તેઓ કલેકટર બની જાય તો ગામની બદલી શકે છે. તેના માટે તેઓ સૌપ્રથમ નોકરી છોડી દે છે અને સિવિલ સર્વિસની પરીક્ષા આપવા માટેની તૈયારી કરવામાં લાગી જાય છે. જયાગણેશને પહેલા બે પ્રયાસોમાં કોઈજ સફળતા મળી નહી ઉપરાંત કોઈનું માર્ગદર્શન પણ મળ્યું નહી એટલે તેઓ નિષ્ફળ થયા. તેમછતાં જયારે ત્રીજીવાર પ્રયાસ કર્યો ત્યારે મીકેનીકલ એન્જીનીયરીંગના બદલે સોશિયોલોજી પસંદ કર્યું. તો પણ તેઓ નાપાસ થયા કોઈ ફાયદો થયો નહી. જયાગણેશને સરકારી કોચિંગ વિષે જાણકારી મળતા જ તેઓ ચેન્નઈ જતા રહે છે. ત્યાં તેઓ સત્યમ સિનેમા હોલમાં બિલીંગ ઓપરેટર તરીકે જોબ કરી સાથેજ ઇન્ટરવલ દરમિયાન વેઈટરનું પણ કામ કર્યું. જયાગણેશ કોઇપણ ભોગે IAS ઓફિસર બનવા ઈચ્છતા હતા. ખુબજ મહેનત કરી હોવા છતાં પાંચમીવાર પણ સફળતા મળી નહી.

ત્યારપછી તેમને આર્થિક ભીડ પણ વર્તવા લાગી ત્યારે તેમણે UPSCની તૈયારી કરાવતા કોચિંગમાં સોશિયોલોજી ભણાવવાનું શરુ કરી દીધું. જયાગણેશના છઠા પ્રયાસમાં તેમણે પ્રારંભીક પરીક્ષા પાસ કરી લીધી પણ ઇન્ટરવ્યુ પાસ કરી શક્યા નહી. તેમછતાં હતાશ થયા વગર ફરીથી મહેનત કરવા લાગ્યા. સાતમા પ્રયત્નમાં તેમણે પ્રારભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા ઉપરાંત ઇન્ટરવ્યુ પણ સફળતાપૂર્વક પાસ કરી લીધું અને જયાગણેશે સાતમી વારમાં ૧૫૬મો રેંક મેળવ્યો. જયાગણેશને ઈન્ટેલીજન્સ બ્યુરોમાં ઓફિસરની જોબ ઓફર મળી પણ તેઓ IAS ઓફિસર બનવા માંગતા હતા અને તેઓ બની ગયા. IAS ઓફિસર બનીને જયાગણેશને એવું લાગ્યું કે એક મોટું યુદ્ધ જીતી લીધું છે.