ઈસ્ત્રી કરતા સમયે ક્યારેય ન કરતા આ 5 ભૂલો…

આપણને રોજ ઈસ્ત્રીવાળા કપડા પહેરવાની આદત હોય છે. જેમાં કેટલાક લોકો બહાર લોન્ડ્રીવાળા પાસે કપડા ઈસ્ત્રી કરાવવા આપે છે, તો કેટલાક લોકો ઘરમાં જ જાતે ઈસ્ત્રી કરતા હોય છે. પણ જો તમને તમારા કપડાને રોજ ઈસ્ત્રી કરવાની આદત હોય તો, કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ બહુ જ જરૂરી છે. જલ્દી જલ્દીમા ઈસ્ત્રી કરતા સમયે લોકો હંમેશા એવી ભૂલો કરી બેસતા હોય છે, જેને કારણે કપડા બગડી શકે છે, પણ જો તમે થોડું ધ્યાન રાખો જો તમે તમારા કપડાનું આયુષ્ય વધારી શકો છો. આજે અમે તમને આવી જ ટિપ્સ આપીશું, જેનાથી તમે આરામથી ઈસ્ત્રી કરી શકો છો.

આર્યન ટેબલ પર ધાબળો ન રાખવો

image source

અનેક લોકો ઈસ્ત્રી કરતા સમયે એક મોટી ભૂલ કરી બેસે છે. તે લોકો આર્યન ટેબલ પર એટલે કે કપડાની નીચે ધાબળો નથી રાખતા. જેના પર પણ કપડા પ્રેસ કરો, તે જગ્યા હંમેશા મુલાયમ હોવી જોઈએ. તેનાથી કપડા પર કરચલી પડતી નથી.

પાણી છાંટવું

The Best Way to Iron Linen Clothing
image source

કપડા પ્રેસ કરતા સમયે તેના પર હળવા હાથથી થોડા પાણીનો છંટકાવ હંમેશા કરવો જોઈએ. અથવા તો એવી ઈસ્ત્રી ખરીદો, જેમાં પાણી ભરી શકાય છે. આવું કરવાથી જ્યા સંકોચાયેલા કપડા તરત જ સીધા થઈ જાય છે. સંકોચાયેલા કપડાને ઈસ્ત્રી કરવામાં વાર પણ નથી લાગતી, અને વીજળીનું બિલ પણ બચે છે. પાણીવાળી ઈસ્ત્રી આજકાલ માર્કેટમાં સરળતાથી મળી જાય છે.

હીટ સેટિંગ

image source

દરેક કપડાની પ્રકિૃત અલગ અલગ હોવાથી તેને અલગ અલગ પ્રકારના ગરમાવટની જરૂર હોય છે. જો નાજુક કપડા હોય તો તેનું ટેમ્પરેચર લો રાખવું, અને જો કડક અને જાડા કપડા હોય તો તેને હાઈ ટેમ્પરેચરની જરૂર પડે છે. તેથી ઈસ્ત્રી કરતા પહેલા તે અવશ્ય સેટ કરી લેવું. જો નાજુક કાપડ પર હાઈ હીટ કરશો, તો કપડા ઈસ્ત્રીને ચોંટી જશે, તેથી નાજુક કપડા પ્રેસ કરતા પહેલા હીટ સેટિંગ પર અચૂક ધ્યાન આપવું હિતાવહ રહેશે,

કપડાની સફાઈ પર ધ્યાન ન આપવું

image sourse

કપડા પ્રેસ કરતા પહેલા અને બાદમાં આર્યન બોક્સને બરાબર સાફ કરી લેવું. ગંદા પ્રેસથી કપડા પર ડાઘ પડી શકે છે. તેમજ ઈસ્ત્રી કરતા પહેલા તેના નીચેની પ્લેટ ચોખ્ખી છે કે નહિ તે બરાબર ચેક કરી લેવું.

એકવારમાં જ ઈસ્ત્રી કરી લેવી

image source

જો તમને એક કરતા વધુ કપડાની ઈસ્ત્રી કરવાની છે, તો પહેલા થોડા કપડાને પ્રેસ કરો અને બાદમાં થોડી વાર બાદ બીજા કપડાને પ્રેસ કરો. તેનાથી તમે તમારા નાજુક કપડાને અલગ અલગ સેટિંગમાં પ્રેસ કરી શકશો.

જો તમે હવે ઉપર આપેલી ટિપ્સથી ઈસ્ત્રી કરવાનું રાખશો, તો તમારા કપડા લાંબા સમય સુધી ચાલશે. આ ટિપ્સને નહિ અનુસરો, તો તમારા કપડાને નુકશાન થઈ શકે છે.