ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં, જાણો કઇ તારીખે કરાઇ જાહેર

ગુજરાતમાં પ્રી-મોન્સૂન ચોમાસાની ભારેથી અતિભારે વરસાદ પડવાની તારીખો જાહેર કરાઈ

સપ્તાહની શરૂઆતથી જ અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા નિસર્ગ વાવાઝોડાના પગલે ગુજરાતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચુકી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પણ થઇ રહ્યો છે. આવા સમયે આગાહી મુજબ બંગાળની ખાડીમાં હવાનું દબાણ ઊભું થવાથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળી શકે છે. જેના પગલે ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ સ્થળોએ વરસાદ પડવાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છ્હે.

જો કે ગુજરાતમાં હજુ સુધી ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી, એવા હવામાન વિભાગના દાવા વચ્ચે રાજ્ય ભરમાં અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ ચુકી છે. જો કે મળતી માહિતી મુજબ હવામાન વિભાગે 5 દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. આ આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં 14 જૂનના દિવસે ભારે વરસાદની આગાહી છે. તો સાથે જ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબીમાં પણ ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આ આગાહીને ધ્યાનમાં લેતા રાજ્યના વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજ રોજ મોડી સાંજથી જ રાજ્યના વિવિધ સ્થળો પર વાદળ અને વીજળીનો સંગમ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડીયાદ, અરવલ્લી વિગેરે સ્થાનો એ પણ ભારેથી અતિભારે વરસાદની અસર જોવા મળી રહી છે.

image source

જો કે ડભોઇ પંથકમાં તો ભારે પવન સાથે વરસાદ શરૂ પણ થઈ ચુક્યો છે. ભારે ગાજવીજ સાથે વરસાદી માહોલ પણ જામતો જઈ રહ્યો છે. અચાનક જ વરસાદને કારણે વાતાવરણમાં વિચિત્ર પલટો જોવા મળી રહ્યો છે. ક્યાંક વાતાવરણ ગરમ થઇ રહ્યું છે તો ક્યાંક વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદ, મહેસાણા જેવા વિસ્તારોમાં વરસાદ થઇ ચુક્યો છે.

image source

અમદાવાદમાં બોપલ, મણિનગર, જશોદાનગર, વટવા, ચાંદખેડા, ગોતા, રાણીપ, નિકોલ સહિતના અનેક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો. વાતાવરણ બદલાયાથી લોકો મૂંઝવણમાં છે. કોરોનાના કારણે લોકો જ્યારે ઘરમાં રહેવું વધારે પસંદ કરે છે ત્યારે રાહત એ વાતની પણ છે કે વરસાદ અને પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે.

image source

આપને જણાવી દઈએ કે ગાંધીનગર અને નડિયાદમાં પણ ગત રાત્રીએ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. તેમજ દિવસ દરમિયાનના અસહ્ય ઉકળાટ બાદ વડોદરામાં પણ રાત્રે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ભારે પવન અને વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં તો વીજ પુરવઠો પણ ખોરવાયો છે. ભારે પવનના કારણે ક્યાંક ક્યાંક તો વૃક્ષો અને હોર્ડિંગ પડયાની ઘટનાઓ પણ સામે આવી છે.