ATM ના સંપર્કમાં આવતા ત્રણ જવાનોને કોરોના, 28 લોકોને કરાયા ક્વોરેન્ટાઈન.

ATM ના સંપર્કમાં આવતા ત્રણ જવાનોને કોરોના, 28 લોકોને કરાયા ક્વોરેન્ટાઈન.

– ગુજરાતના વડોદરા જીલ્લામાં ભારતીય સેનાના ત્રણ જવાનો કોરોના પોઝિટિવ આવ્યો, જેના કારણે તેમના સંપર્કમાં આવેલા અઠ્યાવીસ લોકોને સારવાર અર્થે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા.

– ગુજરાત રાજ્યના વડોદરા જીલ્લાના ત્રણ જવાનોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા પરન્તુ, તેઓને સંક્રમણ ક્યાંથી થયું એ શરૂઆતમાં ખ્યાલ આવી રહ્યો ન હતો. શરૂઆતની તપાસ પછી જ્યારે સંક્રમણ થવાનું કારણ પકડાયું ત્યારે તપાસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયાં.

image source

ત્રણેય જવાનો એક જ દિવસમાં શહેરમાં આવેલ એક જ એટીએમમાં પૈસા કાઢવા માટે આવ્યા હતા. આ એટીએમ કોરોના વાઈરસ સક્રમિત હોવાની શંકા કરાઈ રહી છે. જેના કારણે એવી શંકા જતાવવામાં આવી હતી કે આ એટીએમના સંપર્કમાં આવેલ અથવા એટીએમમાંથી પૈસા કાઢવા આવેલા લોકોમાં પણ કોરોના સંક્રમણનો ભય તોળાઈ રહ્યો હોઈ શકે. આ એટીએમમાંથી પૈસા કાઢવા આવેલા અઠ્યાવીસ લોકોની ઓળખાણ કરવામાં આવી હતી. તેમનો ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. હજુ સુધી રોપોર્ટ આવ્યો નથી છતાં અને રીપોર્ટ પોઝિટીવ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ તમામ અઠ્યાવીસ લોકોને સુરક્ષાબળો દ્વારા ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા. હવે આ અઠ્યાવીસ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

એટીએમ દ્વારા કોરોના વાઈરસ ફેલાવવો એ આશ્ચર્ય અને સાવચેતી રાખવાનો મામલો કહેવાઈ રહ્યો છે. એકબાજુ દેશમાં કોરોના પોઝિટીવ લોકોની સંખ્યા વીસ હજારને પાર કરી ગઈ છે. દેશમાં કોરોના વાઈરસ ફેલાવાનો દર ઝડપથી વધી રહ્યો છે અને સરકાર દ્વારા લોકડાઉન અને સેનેટાઈઝેશન દ્વારા કોરોના વાઈરસ પર કાબુ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે આ પ્રકારનો કેસ ચિંતા વધારી શકે છે.

દેશમાં લૉકડાઉનના અમલ માટે ચોવીસ કલાક ખડેપગે રહેલા પોલીસ, સુરક્ષાકર્મીઓને પણ કોરોના વાઈરસ પોઝિટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

image source

સુરક્ષાબળોમાં વાયુદળના જવાનો, નૌસેનાના જવાનોને કોરોના વાઈરસ સંક્રમણ થવાના કિસ્સા વધી રહ્યા છે. હાલમાં જ નૌસેનાના 25 જવાનોથી વધું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી એકવીસ જવાનોને કોરોના પોઝિટીવ આવ્યાની ખબર બતાવવામાં આવી રહી છે. આઈએનએસ આંગ્રે, મુંબઈમાં એકવીસ કેસ કોરોના પોઝિટીવ મળ્યા. હાલ તેમની સારવાર ચાલી રહી છે અને સ્થિતિ નિયંત્રણમાં જણાઈ રહી છે.

આ પહેલા પણ ભારતીય સેનામાં કોરોના સંક્રમણ દેખાયું હતું. ભારતીય સેનાના એક લેફ્ટિનેટ કર્નલ રેંક અધિકારી એન્ટી કોવિડ ઓપરેશનમાં ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેમને પણ કોવિડ-19 સંક્રમણ થયું હતું. ભારતીય સેનામાં કોરોના સંક્રમણ લદાખના એક જવાન થયું હતું, જેના પિતા દ્વારા તેને ચેપ લાગ્યો હતો. સેનામાં કોરોના સંક્રમણનો બીજો કેસ કોલકત્તાના એક કર્નલ રેંકના એક ડોક્ટરને હતો. જે દિલ્હીથી પાછા ફરતા કોરોના વાઈરસના શિકાર થયા હતા.

દેશમાં કોરોના પોઝિટીવ કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં ચોવીસ માર્ચથી લૉકડાઉન હોવા છતાં કોરોના કેસનો ફેલાવો અટકી રહ્યો નથી. ભારતીય સેના, પોલીસની સાથે-સાથે કોરોના વાઈરસથી લડી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ પણ કોરોના વાઈરસની ચપેટમાં આવી રહ્યા છે.