દર મહીને કરો લાખોની કમાણી, શરૂ કરો આ અનોખો બિઝનેસ નજીવા રોકાણથી…

બદલાતા મોસમમાં થોડા પ્રયાસો કરવાથી તમારુ ખિસ્સુ પણ ગરમ થઈ શકે છે. જોકે, તમારે માત્ર આ બિઝનેસ વિશે માહિતી મેળવવાની હોય છે. ખાસ વાતે એ છે કે, તમે આ બિઝનેસ ઓછા ખર્ચામાં અને ઓછી ઝંઝટમા પણ શરૂ કરી શકો છો. ઓછો ખર્ચ, ઓછો સમય, ઓછી જગ્યા, ઓછી મહેનત અને બહુ જ ઓછી ભાગદોડ કરીે તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસ મોસમમાં ગરમાવટ રહેવા સુધી સારો ચાલે છે.

Schemes to Help Small and Medium Sized Businesses Grow - Mico ...
image source

તમને બતાવી દઈએ કે, આ બિઝનેસમાં અંદાજે 50 ટકા માર્જિન છે. એટલે કે તમે દિવસમાં 1000 રૂપિયાનું પણ કામ કરશો તો તમને 5000 રૂપિયાનો ફાયદો થશે. તેની સાથે જ તમે એક જગ્યા પર બેસીને કામ પણ કરી શકો છો. આ બિઝનેસમાં તમને ક્યારેય નુકશાન નહિ થાય. આ બિઝનેસ આજના જમાનામાં તેજીથી વધી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છે સોડા મશીનના બિઝનેસ વિશે.

તમે તમારી આસપાસ સોડાની અનેક દુકાનો જોઈ હશે અને ગરમીના સમયમાં ઠડી ડ્રિંક્સની ડિમાન્ડ ઓર વધી જાય છે, જેને કારણે તેમાં સતત ફાયદો વધતો જાય છે.

સૌથી પહેલા તો જાણી લો મશીન વિશે

image source

તેમાં અનેક પ્રકારના મશીન આવે છે. જેમ કે 6 + 2, 8+2, 10+2ના મશીન. આ આંકડાનો એક મતલબ છે. 6 + 2 એટલે 6 સોડા ફ્લેવર નીકળશે અને 2 જ્યુસ ફ્લેવર. આવી જ રીતે 8+2નો મતલબ છે તેમાં 8 પ્રકારના સોડા ફ્લેવર નીકળશે. જેમાં લેમન, કોલા વગેરે અને 2 પ્રકારના જ્યૂસ ફ્લેવર જેમ કે મેંગો વગેરે નીકળશે. તમે તમારી જગ્યા અને બજેટના હિસાબે મશીનની પસંદગી કરી શકો છો.

મશીનની કિંમત

Plastic bottles of assorted carbonated soft drinks over white ...
image source

આ મશીનની કિંમત 50,000થી લઈને 2 લાખ રૂપિયા હોય છે. જોકે, તેમાં તોલમોલ કરવાની શક્યતા ભરપૂર રહેલી છે. મશીન ખરીદતા સમયે આ વાતોનું ધ્યાન રાખવું કે, તેની ગેરેન્ટી કે વોરન્ટી કેટલી છે.

કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે

image source

મશીન, પાણીની ટાંકી, પાણી, સોડા ગેસ સિલેન્ડર, ફ્લેવર, શુગર, પેપર કપ વગેરેની જરૂર હોય છે. પ્રોડક્ટ તૈયાર કરવા માટે તમને આટલી બધી વસ્તુઓની તો જરૂર પડે છે. જગ્યા પણ કેટલી મોટી જોઈએ, એ તેના પર ડિપેન્ડ કરે છે, કે તમે કયા સાઈઝનું મશીન લઈ રહ્યા છો. આમ તો 10 બાય 10ની દુકાનમાં મોટુ મશીન આસાનીથી સેટ થઈ શકે છે.

Cleveland Soda Fountain and Dessert Shop | Order Sweets Online
image source

એવું નથી આ બિઝનેસ માત્ર ગરમીમા જ ચાલે છે. શોખીન ગુજરાતીઓને તો બારેમાસ સોડાની જરૂર પડે છે. તેથી તમે ચોમાસાને છોડીને બાકીના 8-9 મહિના સુધી આ બિઝનેસ કરી શકો છો.