જાણી લો આજે તમે પણ બે ટેબલેટો વચ્ચે કેમ રાખવામાં આવે છે આટલુ અંતર

દવાના પેકેટમાં બે ગોળીઓ વચ્ચે કેમ આટલું અંતર હોય છે, એક ટેબ્લેટ માટે 10 ગોળીઓ જેટલું પેકેટ કેમ રાખવામાં આવે છે.

આપણે દવાનું પત્તુ જોયું હશે અને એ પણ જોયું હશે કે પેકેટમાં બે ગોળીઓ વચ્ચેનું અંતર સામાન્ય કરતા વધારે હોય છે. ગોળીઓની સંખ્યા ઓછી હોવા છતાં પણ પેકેટનું કદ નાનું નથી. છેવટે, આવું કેમ થાય છે? દવાના પેકેટનું કદ કેમ મોટું છે?

ઘણી વખત આપણને એવું કહેવામાં આવે છે કે બે ગોળી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા ના થાય તે માટે 2 ગોળી વચ્ચે ગેપ રાખવામાં આવે છે. પરંતુ આ કેટલું સાચું છે એ જાણવું બધા માટે ખુબજ જરૂરી છે.

ખરેખર, ભારત સરકારે જારી કરેલા માર્ગદર્શિકા મુજબ, દવાઓના દરેક પેકેટ પર કેટલીક માહિતી પ્રકાશિત કરવી ફરજિયાત છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓને દવા બનાવતી કંપની વિશે સંપૂર્ણ માહિતી આપવી પડે છે, જે દવાઓમાં હાજર કેમિકલની પણ જાણકારી આપવી પડે છે. આ કારણોસર, પેકેટની અંદર, એક ટેબ્લેટ અથવા 10 ટેબ્લેટ હોય સંપૂર્ણ માહિતીને છાપવી જ પડે છે. આ કારણોસર, દવાના પાનના કદમાં વધારો થાય છે.

તો બે ગોળીઓ વચ્ચે કેમ છે જગ્યા

image source

આ પાછળ બે કારણો છે. પહેલું એ કે ભારત સરકારની સૂચના અનુસાર, તેમાં હાજર કેમિકલ અને દરેક ટેબ્લેટ પર તેની મેન્યુફેક્ચરિંગ કંપની અને એક્સપાયરી ડેટ લખવી જરૂરી છે. આ જ કારણે બંને ગોળીઓ વચ્ચે થોડું અંતર છે. જેથી સંપૂર્ણ જાણકારી તેમાં લખી શકાય છે. કોઈ માહિતી જો ના લખાય તો તે સરકારી નિયમ વિરુદ્ધ થાય છે અને એટલે જ પત્તુ મોટું કરી ને બધી માહિતી લખવી પડે છે.

બીજું, દવાઓનું પત્તુ ખરેખર બે અલગ વસ્તુમાંથી બનેલું છે. આગળનો ભાગ સામાન્ય રીતે પીવીસી પ્લાસ્ટિકનો હોય છે જેના પર પ્રોટ્યુબ્રેન્સ રચાય છે અને પાછળ એલ્યુમિનિયમ ફોઇલથી બનેલો છે, જેના પર દવાથી સંબંધિત માહિતી લખેલી છે. આ પ્રોટ્યુબ્રેન્સ રાઉન્ડ સિલિન્ડર પર પેસ્ટ કરીને બનાવવામાં આવે છે. આ કારણે બે ગોળીઓ વચ્ચે મોટી ગેપ રહી જાય છે. આ ગોળાકાર શેપ બનાવવા માટે જ એક વિશિષ્ટ પદ્ધતિ કામ કરે છે અને આ શેપ બનાવતી વખતે તેમાં થોડો ગેપ રહે છે.

image source

સરળ શબ્દોમાં જાણો

2 ગોળીઓને નજીક રાખીને, તેમની વચ્ચે કોઈ રાસાયણિક ક્રિયા થતી નથી, કારણ કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ ટેબ્લેટ પર વિશેષ પ્રકારનો કોટિંગ કરે છે. પેકેટમાં સૂચવેલ માર્ગદર્શિકાઓનું પાલન કરીને દવાઓ સુરક્ષિત રાખવી ફરજિયાત છે. ગોળીઓ વચ્ચેનું અંતર તેની આપસની પ્રક્રિયા માટે કોઈપણ રીતે જવાબદાર નથી.

બસ હવે તમને ખબર પડી ગઈ ને કે બે ગોળી વચ્ચે શુકામ જગ્યા હોય છે. હવે કોઈ કહે કે ગોળી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા ના થાય એટલા માટે જગ્યા રાખવામાં આવે છે તો તેને આ લેખ એક વાર જરૂર વંચાવી દેજો.