IITની બે હોશિયાર વિદ્યાર્થીઓ, સેનેટરી પેડ રીયુંઝેબલ ડિવાઈસનો કર્યો આવિષ્કાર.
IITની બે હોશિયાર વિદ્યાર્થીઓ, સેનેટરી પેડ રીયુંઝેબલ ડિવાઈસનો કર્યો આવિષ્કાર. આઈઆઈટીની વિદ્યાર્થીનીઓનો દાવો છે કે, આ ડિવાઈસથી રીયુઝેબલ થનાર સેનેટરી પેડ સંપૂર્ણ રીતે સુરક્ષીત છે.
ફિલ્મ ‘પેડમેન’માં મહિલાઓના પીરીયડ્સ સંબંધિત સમસ્યાઓને ખુબ જ સારી રીતે દર્શાવવામાં આવી છે. દેશના અલગ અલગ ભાગોમાં આજે પણ મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ નથી કરી શકતી. જયારે શહેરોમાં તેનો અત્યાધિક ઉપયોગ થવાના કારણે થનાર કચરો એક અલગથી પડકાર બની ગયો છે. એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક સિન્થેટીક પેડને ઓગળવામાં અંદાજીત પાંચ સોથી આઠ સો વર્ષ થઈ જાય છે.
આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આઈઆઈટીની બે વિદ્યાર્થીનીઓએ ‘ક્લીંજ રાઈટ’ નામનું એક ડિવાઈસ તૈયાર કર્યું છે, જે રીયુઝેબલ સેનેટરી નેપકીનને સાફ કરીને ફરીથી ઉપયોગ કરવા લાયક બનાવી શકે છે. આ ડિવાઈસ આઇઆઇટી (ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી) મુંબઈની ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગની વિદ્યાર્થીની એશ્વર્યા અગ્રવાલ અને ગોવાની વિદ્યાર્થીની દેવયાની મલાડકરએ તૈયાર કર્યું છે.

‘ક્લીંજ રાઈટ’ ડિવાઈસની કીમત ૧૫૦૦ રૂપિયા રાખવામાં આવી છે આ સાથે જ તેની પેટેંટ માટે પણ એપ્લાય કરી દેવામાં આવ્યું છે. એશ્વર્યા અને દેવયાની જણાવે છે કે, મેંસટ્રુઅલ હાઈજિન વિષે જાણકારી વધવાથી ડિસ્પોઝેબલ સેનેટરી પેડ્સના વેચાણમાં ખુબ વધારો થયો છે. જો કે, સેનેટરી પેડ્સના વધારે ઉપયોગ થવાના કારણે તેને ડીસ્પોઝ કરવાનો પણ પડકાર સામે આવી ઉભો થઈ ગયો છે.
આ ડિવાઈસ વધારે અસરકારક દર્શાવતા ‘ક્લીંજ રાઈટ’ નામની આ ડિવાઈસ ખુબ કારગત સાબિત થઈ શકે છે, કારણ કે, ‘ક્લીંજ રાઈટ’ ડિવાઈસને ચલાવવા માટે વીજળીની જરૂરિયાત પડતી નથી. ‘ક્લીંજ રાઈટ’ ડિવાઈસને ચલાવવા માટે તેને પેડલથી સંચાલિત કરવા માટે પ્લન્જર્સ લગાવવામાં આવેલ છે, જે પાણીથી ભરેલ એક ચેમ્બરને મુવ કરતું રહે છે. આ પ્લન્જર્સ કપડાના પેડ્માંથી મેંસટ્રુઅલ બ્લડ ખેંચીને પાણીથી સાફ કરી દે છે.
આ ‘ક્લીંજ રાઈટ’ ડિવાઈસની અન્ય એક ખાસ વાત એ પણ છે કે, એમાં આપ બાળકોના નાના કપડા પણ સરળતાથી ધોઈ શકો છો. વિદ્યાર્થીનીઓએ દાવો કર્યો છે કે, આ ‘ક્લીંજ રાઈટ’ ડિવાઈસથી રીયુઝેબલ થનાર સેનેટરી પેડ્સ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ‘ક્લીંજ રાઈટ’નો વધારેમાં વધારે ઉપયોગ કરીને બાયોમેડીકલ વેસ્ટેઝ ઓછો થશે જે સ્વચ્છતા જાળવવા માટે પણ યોગ્ય છે.