કારની વધુ રિસેલ કિંમત જોઈતી હોય તો અપનાવો આ ટિપ્સ, બહુ કામની છે…

જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની કાર વેચવા માંગે છે, તો તે ઈચ્છે છે કે તેને કારની વધુમાં વધુ કિંમત મળે. તો બીજી તરફ જે પણ તેની કાર ખરીદે છે, તે ઈચ્છે છે કે કારની ઓછી કિંમત ચૂકાવવી પડે. ત્યારે જો વેચનારને તેની કારની પરફેક્ટ કિંમત જોઈતી હોય તો તેના માટે કેટલીક વસ્તુઓ યાદ રાખવી બહુ જ જરૂરી છે. તો આજે જાણી લો તે બાબતો.

રેગ્યુલર સર્વિસિંગ અને મેઈનટેનન્સ

હંમેશા જોવાયું છે કે, એકવાર કારની ફ્રી મેઈનટેનન્સ સર્વિસ પૂરી થઈ જાય, એટલે લોકો કારની સર્વિસિંગ નિયમિત કરાવતા નથી. રૂપિયા બચાવવાના ચક્કરમાં તેઓ કારની સારી રીતે સંભાળ રાખતા નથી. કારની રેગ્યુલર સર્વિસ કરવી બહુ જ જરૂરી છે. આવું કરવાથી કારનું પરફોર્મન્સ સારું રહે છે. તેના સ્પેરપાર્ટ્સ પણ સારા રહે છે. જો કારમાં કોઈ સમસ્યા થાય તો તે સમય રહેલા માલૂમ પડી જાય છે. બીજું ધ્યાન રાખો કે રિપ્લેસમેન્ટ સમયે હંમેશા ઓરિજિનલ સ્પેરપાર્ટસ જ લગાવજો. આવું કરવાથી તમારી કાર નવી જેવી બની રહેશે. જે વેચતા સમયે બહુ જ કામમાં આવે છે. જો તમે કાર ઓનલાઈન વેચવા માંગો છો, તો વેચતા સમયે તમે લખી શકો છો કે કારની તમામ ફંક્શન સારા છે અને તે સારી રીતે કામ કરે છે. જેથી કાર ખરીદનાર તેના તરફ આકર્ષાશે.

image source

સર્વિસનું રેકોર્ડ રાખો

વેચાણ સમયે તમામ સર્વિસના બિલ અને તેનો પૂરો રેકોર્ડ બહુ જ કામમાં આવે છે. તે કારના માલિકની સારી સંભાળનું પ્રમાણપત્ર આપે છે. તમારી ગાડી બીજી વ્યક્તિ ખરીદશે તો તેને બિનજરૂરી ખર્ચામાં નહિ પડવું પડે. આ બાબત કારની રિસેલ કિંમત માટે બહુ જ ફાયદાકારક સાબિત થશે.

મોડિફિકેશન ન કરાવો

અનેકવાર લોકો કાર ખરીદ્યા બાદ પોતાની પસંદગીના કોઈ પાર્ટસમાં મોડિફિકેશન કરાવે છે. શક્યતા છે કે, તેનાથી કારની ઓરિજિનલ અપીલ પર અસર થશે અને તે ખરીદનારને પસંદ ન આવે. ખરીદનારને એવું લાગશે કે કારમાં કોઈ ડેમેજને પગલે આ મોડિફિકેશન કરવામાં આવ્યું છે. તેથી કારનો ઓરિજિનલ લુક બનાવીને રાખો. આ કારણે કારની રિસેલ વેલ્યૂ પર અસર પડશે

કલર પસંદગી પર ધ્યાન આપો

image source

અનેક લોકો કાર માટે લીલો, પીળો કે અન્ય બ્રાઈટ કલર પસંદ કરે છે. પરંતુ યાદ રાખો કે, આ કલર કારની ખરીદ કિંમત ઓછી કરી દેશે. મોટાભાગના લોકો પોતાના કાર માટે સિલ્વર, કાળો કે સફેદ કલર કરાવવાનો પસંદ કરે છે.

જૂના દંડ ચૂકવવા

image source

આજકાલ ટ્રાફિક રેગ્યુલેટર અને નિયમ બહુ જ કડક થઈ ગયા છે. હાલ ઈ-મેમોનો સમય ચાલે છે. ખરીદાર માત્ર કારના રજિસ્ટ્રેશન નંબરના સહારે ઓનલાઈન તમારા કારનો તમામ ટ્રાફિક રેકોર્ડ કાઢી શકે છે. જો તમને આવો કોઈ દંડ આવ્યો હોય, તો કાર વેચાણમાં મૂકતા પહેલા ચૂકવી દેવો. તેનાથી કારની કિંમત પર અસર પડી શકે છે.