ભારતની આ અજીબોગરીબ માહિતી ખુદ ભારતીય પણ જાણતા નથી, પણ ગર્વ લેવા જેવી છે…

અતુલ્ય ભારતની જાહેરાતમાં તમે દેશભરના દરેક ખૂણા બતાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છે કે, ભારત હકીકતમાં કેટલું અતુલ્ય છે. જો તમને નથી ખબર કે ભારત વાસ્તવમાં અતુલનીય છે કે નહિ, તો, આજે અમે તમને બતાવીશુ, કે તે કેટલું અતુલ્ય છે. આવી અનેક બાબતો છે, જે આપણા દેશને મહાન બનાવે છે. આજે અમે તમને ભારતની અજીબોગરીબ વાત બતાવીશું, જેના વિશે બહુ જ ઓછા ભારતીયો જાણે છે.

બાંદ્રાથી વર્લી સી લિંક

image source

તમને જાણીને નવાઈ લાગશે કે, બાંદ્રાથી લઈને વર્લી સુધી બેલા આ પુલના ઉપયોગમાં લેવાયેલો સ્ટીલના કેબલની લંબાઈ પૃથ્વીની પરિધિના બરાબર છે. આ પુલને બનાવવામાં લગભગ 16 બિલિયન રૂપિયા લાગી ગયા હતા. આ પુલની સૌથી ખાસ વાત એ છે કે, તે આફ્રિકાના 50 હજાર હાથીઓનું વજન એકસાથે ઉઠાવી શકે છે.

મહાકુંભ મેળો

image source

આ મેળો દુનિયાના સૌથી મોટા મેળામાંનો એક છે. તેને દર 12 વર્ષોમાં એકવાર આયોજિત કરવામાં આવે છે. તેમાં સામેલ થવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે. હરિદ્વાર, ઈલાહાબાદ, નાશિક અને ઉજ્જૈન, આ ચાર પવિત્ર સ્થળો છે, જ્યાં આ મેળો વારાફરતી આયોજિત થાય છે. તમને જણાવી દઈએ કે, આ મેળાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. જેના મુજબ, દુનિયાને એકમાત્ર ધાર્મિક એવો સૌથી મોટો મેળો છે, જ્યાં કરોડોની સંખ્યામાં લોકો ગંગા સ્નાન કરીને ખુદને પવિત્ર કરે છે. માન્યતા છે કે, મહાકુંભ મેળામાં જો તમે તમે ગંગા સ્નાન કરો છો, તો તમારા પાપ અને કુકર્મ ધોવાઈ જાય છે.

ચૈલ ક્રિકેટ ગ્રાઉન્ડ

image source

આ ક્રિકેટ ગ્રાઉન્ટ હિમાચલ પ્રદેશમાં બ્રિટિશર્સ દ્વારા સન 1893માં બનાવવામાં આવ્યું હતુ. આમ તો તે એક સામાન્ય ક્રિકેટ ગ્રાઉન્ડની જેમ જ છે, પરંતુ તેની સૌથી ખાસ વાત એ છે કે તે દુનિયાનો સૌથી ઊંચાઈ પર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. જેની ઊંચાઈ સમુદ્ર તળથી 2444 મીટર છે.

ભારતમાં થઈ હતી શેમ્પૂની શોધ

image source

પ્લાસ્ટિક સર્જરીની જેમ શેમ્પૂની શોધ પણ ભારતમાં જ થઈ હતી. હકીકતમાં શેમ્પૂને ભારતીય સંસ્કૃતિમાં ચૈપૂ નામથી ઓળખવામાં આવતું હતું, જેને આમળા અને અન્ય સંસ્કૃતિ હબર્સને મિક્સ કરીને ભારતમાં બનાવવામાં આવતુ હતું. જ્યારે બ્રિટિશર્સને ભારતની આ વાત વિશે માલૂમ પડ્યું, તો તેઓ તેને પોતાના દેશમાં લઈ ગયા, અને તેને શેમ્પૂ નામ આપીને તેને દુનિયાની સામે લઈ આવ્યા. આવી અનેક વસ્તુઓ છે, જેની શોધ ભારતમાં થઈ છે, પણ તે ક્યારેય બહાર આવ્યું નથી.

ભારતનું પહેલુ રોકેટ સાઈકલ પર લઈ જવાયું હતું

image source

ભારતનું પહેલુ રોકેટ બહુ જ નાનું હતું. તેનુ વજન પણ બહુ જ ઓછું હતું. તેથી તેને લઈ જવા માટે સાઈકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતનું આ પહેલુ રોકેટ બહુ જ નાનું હતું, પરંતુ આજે ભારત રોકેટ સાયન્સમાં બહુ જ આગળ વધી ગયું છે.

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.