આ ઉપચાર દ્વારા તમે ફક્ત બે દિવસમાં આંખ પાસેના કાળા કુંડાળા દુર કરી શકશો…

ઘરગથ્થુ ઉપચાર દ્વારા માત્ર બે દિવસમાં આંખ આસપાસના કાળા કુંડાળા દુર કરો

ડાર્ક સરક્લ સ્ત્રી, પુરુષ બન્નેને અસર કરે છે. તે માટે અનેક પરિબળો કામ કરતા હોય છે જેમ કે માનસિક તાણ, અપુરતી ઉંઘ, હોર્મોનલ પરિવર્તન, અવ્યવસ્થિત જીવનશૈલી, આનુંવંશીકતા અને એ ઉપરાંત ઘણું બધું. પણ જો તેનો સમયસર ઉપાય કરવામાં ન આવે તો તે માત્ર તમારા દેખાવને જ ઝાંખા નહી પાડે પણ તેના કારણે કેટલી ગંભીર શારીરિક સમસ્યાઓ પણ ઉદ્ભવી શકે છે. કેટલાક તીવ્ર રસાયણવાળા લોશન તમને તેમાં રાહત આપી શકે છે પણ તેના કારણે તમને આડઅસર પણ થઈ શકે છે અને જો તમારી ત્વચા અતિસંવેદનશીલ હોય તો તો પુછવું જ શું. તો આવા સંજોગોમાં તમને માત્ર ઘરગથ્થુ ઉપચાર જ મદદ કરી શકે છે તે પણ કોઈ જાતની આડઅસર વગર.

આજે આ લેખમાં અમે તમારા માટે આંખ આસપાસના કાળા કુંડાળા દૂર કરવા માટેના કેટલાક ઉપચાર લઈને આવ્યા છીએ. આ ઉપચાર દ્વારા તમને માત્ર બે જ દિવસમાં તેની અસર દેખાવા લાગશે.

ટામેટાઃ

image source

ટામેટા આંખ આસપાસના કાળા કુંડાળા દુર કરવા માટે ઉત્તમ છે કારણ કે તે કુદરતી રીતે જ તમારી આંખ આસપાસના ડાર્કસર્કલ્સ દુર કરે છે અને સાથે સાથે તમારી ત્વચાને કોમળ અને મુલાયમ બનાવે છે. તે માટે તમારે માત્ર આટલું જ કરવાનું છે. એક ટી સ્પુન ટામેટાના રસને 1 ટી સ્પુન લીંબુના રસ જોડે મિક્સ કરી તેને તમારી આંખની નીચે લગાવવાનું છે. તેને તેમ જ 10 મિનિટ રહેવા દેવું ત્યાર બાદ સાદા પાણી વડે ધોઈ લેવું. આ ઉપાયને તમારે દિવસમાં ઓછામાં ઓછો બે વાર અજમાવવાનો છે. તમે રોજે ટામેટાનો જ્યુસ અને લીંબુના જ્યુસનું મિશ્રણ પણ પી શકો છો અને તેમાં ફુદીનાના પાન પણ મિક્સ કરી શકો છો. તેનાથી પણ તમારી આંખ આસપાસના કાળા કુંડાળા દુર થશે.

છીણેલા બટાટા

image source

આંખ આસપાસના કાળા કુંડાળા દૂર કરવા માટે બટાટા એ આ યાદીમાં એક્કો સાબિત થાય છે. તે માટે તમારે એક બટાટાને છીણી તેમાંથી રસ કાઢી તેનો ઉપયોગ કરવાનો છે. બટાટાના રસમાં રૂ ભીનું કરી તેને તમારી આંખ પર મુકવાનું છે. તે વાતનુ ખાસ ધ્યાન રાખો કે રસ વાળું રૂનું પુમડું તમારી આંખ આસપાસના કાળા કુંડાળાને સંપૂર્ણ રીતે કવર કરે. તેને તેમ જ 10 મિનિટ રાખી મુકવું ત્યાર બાદ ઠંડા પાણી વડે આંખો ધોઈ લેવી.

ઠંડી ટી બેગ્સ

આંખ આસપાસના કાળા કુંડાળા દુર કરવા માટેનો આ સૌથી સરળ ઉપાય છે. એક ટી બેગ બને તો કેમોમાઇલ અથવા તો ગ્રીન ટી બેગને પાણીમાં પલાળી રાખવી. તેને ફ્રીઝમાં મુકી ઠંડી થવા દેવી. હવે તે ટી બેગ્સને તમારી આંખો પર મુકવી. આ ઉપાય તમારે નિયમિત રીતે અજમાવવાનો છે જેથી કરીને તમને અસરકારક પરિણામ મળે.

બદામનું તેલ

બદામ એ વિટામીન ઈથી ભરપુર હોય છે અને તેનું તેલ ઠંડક આપતું હોવાથી તમારી ત્વચાને પણ મુલાયમ બનાવે છે. આ ઉપાયનો ઉપયોગ કરવામાં તમને કોઈ જ તકલીફ નહીં પડે. તમારે તેને નિયમિત રીતે અજમાવવાનો છે. તમને અઠવાડિયામાં જ ફરક જોવા મળશે. તે માટે તમારે બદામના તેલથી તમારી આંખ આસપાસના કાળા કુંડાળા પર હળવેથી મસાજ કરવાનું છે. તેને તમે આખી રાત તેમ જ રાખીને સવારે ધોઈ શકો છો.

ઠંડુ દૂધ

image source

ઠંડા દૂધનો નિયમિત ઉપયોગ તમારી આંખ આસપાસના કાળા કુંડાળાને દૂર કરશે તેમજ તમારી ત્વચાને પણ મુલાયમ બનાવશે. રૂનો ટુકડો લો તેને ઠંડા દૂધમાં પલાળો. હવે તે રૂને તમારી આંખ આસપાસના કુંડાળા પર મુકો. ધ્યાન રાખો કે સંપૂર્ણ કુંડાળા તે હેઠળ કવર થઈ જવા જોઈએ. તેને થોડીવાર તેમ રહેવા દેવું ત્યાર બાદ સાદા પાણીથી આંખો ધોઈ લેવી.

નારંગીનો રસ

જો તમે ઝડપથી તમારી આંખ આસપાસના કાળા કુંડાળા દૂર કરવા માગતા હોવ તો નારંગીનો જ્યુસ તમને તેમાં મદદ કરી શકે છે. તે માટે તમારે નારંગીનો થોડો રસ લઈ તેમાં ગ્લિસરીનના થોડા ટીપાં નાખવાના છે અને આ મિશ્રણને તમારી આંખના ડાર્ક સર્કલ પર લગાવો. આ ઉપાય માત્ર ડાર્ક સર્કલ્સ જ દૂર નહીં કરે પણ તે તમારી આંખને કુદરતી ગ્લો પણ આપશે.

યોગ/ધ્યાન

આંખ આસપાસ થતાં કાળા કુંડાળા પાછળનું મુખ્ય કારણ છે માનસીક તાણ, થાક અને ડિપ્રેશન તેમજ દોડાદોડી ભરી જીવન શૈલી. જ્યાં સુધી તમારું મગજ શાંત અને ઠંડુ નહીં રહે ત્યાં સુધી તમને કોઈ જ ઘરગથ્થુ ઉપાય મદદ કરી શકશે નહીં. જો તમે યોગ તેમજ ધ્યાન નિયમિત રીતે કરશો તો તે તમારી આંખ આસપાસના કાળા કુંડાળા તો દૂર કરશે પણ તે તમારા મગજ, શરીર અને આત્માને શાંત રાખી તમારી બોડી ક્લોક સંતુલીત કરશે.

કાકડી

image source

જ્યારે કોઈપણ વ્યક્તિ બ્યુટિ ટ્રીટમેન્ટ લેતું હોય પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય ત્યારે તમે તેની આંખ પર કાકડીની બે ગોળ ચીરીને મુકેલી જોઈ જ હશે. આવું આપણે મોટે ભાગે ફિલ્મોમાં જોતા આવ્યા છીએ. પણ શું તમે ક્યારેય આ ઉપાય અજમાવી જોયો છે ? ભાગ્યે જ. માટે જો તમે વિચારતા હોવ કે આંખ આસપાસના કાળા કુંડાળા કેવી રીતે દૂર કરવા તો કાકડીની ગોળ ચીરી કાપી તેને અરધા કલાક માટે ફ્રીજમાં મુકી દો. ત્યાર બાદ તેને બહાર કાઢી તેને તમારી આંખના કાળા કુંડાળા પર મુકો. તેને તેમજ 10 મિનિટ રહેવા દો ત્યાર બાદ તેને ઠંડા પાણી વડે ધોઈ લો. તમને તે જ ક્ષણે એવું લાગશે જાણે તમારી આંખો તાજી થઈ ગઈ હોય.

ફુદીનાના પાન

ફુદીનો તેની રિફ્રેશિંગ સ્મેલ માટે જાણીતો છે. પણ તમને તે ખબર નહીં હોય કે તેનો ઉપયોગ તમે તમારા ડાર્ક સર્કલ દૂર કરવા માટે પણ કરી શકો છો. તે માટે તમારે ફુદીનાના થોડા પાન લઈ તેને પાણી સાથે વાટી નાખવાના છે અને તેની પેસ્ટ બનાવવાની છે. હવે તેને તમારે તમારી આંખ આસપાસના કાળા કુંડાળા પર લગાવવાની છે. તેને તેમ જ 10 મિનિટ માટે છોડી દેવું ત્યાર બાદ ઠંડા પાણી વડે ધોઈ લેવું. એક અઠવાડિયા સુધી રોજ રાત્રે આમ કરવું તમને ચમત્કારી પરિણામ જોવા મળશે.

ગુલાબ જળ

ગુલાબ જળ તમારી ત્વચાને પુનઃયુવાન બનાવવામાં મદદ કરે છે, આપણે બધા જ તેની સૌંદર્ય વર્ધક ગુણવત્તા સારી રીતે જાણીએ છીએ. તેનાથી તમે તમારી આંખ આસપાસના કાળા કુંડાળા પણ દુર કરી શકો છો તે પણ ખુબ જ જલદી. તે માટે તમારે રૂ લઈ તેને ગુલાબ જળમાં પલાળવાનું છે અને ત્યાર બાદ તેને તમારી આંખ આસપાસના કાળા કુંડાળા પર લગાવવાનું છે. તેને આમ જ 15 દિવસ છોડી દેવું ત્યાર બાદ ઠંડા પાણી વડે ધોઈ લેવું. રોજ રાત્રે એક મહિના સુધી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવું.

છાશની પેસ્ટ/ દહીંની પેસ્ટ

હળદર તેના અનેક સ્વાસ્થ્ય વર્ધક લાભો માટે જાણીતી છે. તે માટે તમારે 2 ટેબલ સ્પુન છાશ અને એક ટી સ્પુન હળદર લઈ એક પેસ્ટ જેવું મિશ્રણ તૈયાર કરવું. આ પેસ્ટને તમારે તમારી આંખ આસપાસના કાળા કુંડાળા પર લગાવવી અને તેને તેમજ 15 મિનિટ માટે છોડી દેવું. હવે હુંફાળા ગરમ પાણીથી મોઢું ધોઈ લેવું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવા અનેક ઉપાયો જાણો ફક્ત અમારા પેજ પર. તમે લાઇક કર્યું કે નહિ..