આ છોકરીની બન્ને કીકીઓ અલગ રંગની છે

આપણે અવારનવાર ઘણી બધી અશક્ય વસ્તુઓને આપણી આસપાસ થતી જોતા હોઈએ છીએ. કુદરત આપણને અવારનવાર કોઈ પણ રસ્તે ચકિત કરતી રહેતી હોય છે. ક્યારેક વિજ્ઞાન પણ કુદરતના આવા પરાક્રમોથી ગોથુ ખાઈ જાય છે અને તે પાછળનું કારણ શોધી નથી શકતું. મહેસાણાના દેદિયાસણ ગામમાં રહેતા મોહમ્મદ આરીફની ચાર વર્ષની દીકરી ફાતિમાને ભગવાને અદ્ભુત ભેટ આપી લોકોને ચકીત કરી મુક્યા છે.

આ બળકીની બન્ને આંખોની કીકી અલગ અલગ રંગની છે. જો કે તેની આંખો આપણા બધાની જેમ સામાન્ય જ છે તેમાં કોઈ પણ પ્રકારની ખોડ નથી. તે સામાન્ય આંખોની જેમ જ કામ કરે છે. તેની એક આંખની કીકી વાદળી રંગની છે જ્યારે બીજી આંખની કીકી કાળા રંગની છે.

ફાતિમા જન્મથી જ અલગ રંગો વાળી કીકી ધરાવે છે. એક ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા ફાતિમાના પિતા મહમ્મદ આરીફ પોતાની પુત્રીની આ અજબ આંખોને કારણે પ્રક્યાત થઈ ગયા છે.

ફાતીમાં જ્યારે જન્મી ત્યારે તેની આ અલગ અલગ કીકીઓ જોઈ ઘરના લોકો ચોંકી ગયા હતા. જન્મ વખતે તો બહુ ફરક નહોતો લાગતો પણ ધીમી ધીમે ફાતીમાંના મોટા થતાં કીકીઓનો રંગ સ્પષ્ટ થતો ગયો અને તેની આંખો લોકોના આકર્ષણનું કારણ બની ગઈ. ચોંકાવનારી વાત એ છે કે મહમ્મદ આરીફ કે તેમની પત્ની અફસાનાના કુટુંબમાં કેટલીએ પેઢી સુધી કોઈની પણ આંખો આવી નથી તેમ છતાં ફાતિમાં ની આંખો અલગ છે.

કુદરતની કરામત તો જુઓ લોકો પોતાની આંખોના કલર બદલવા માટે હજારો રૂપિયા ખર્ચી નાખે છે અને ફાતિમાંને કુદરતે જ આ અનોખી ભેટ બક્ષી છે.

ફાતિમાની આંખોની આ સ્થિતિને હેટ્રોક્રોમિયા પણ કહેવામાં આવે છે. દુનિયામાં ઘણા ઓછા લોકોમાં આ ખાસિયત જોવા મળે છે. અમેરિકાની પ્રખ્યાત મોડેલ સારા મેકડેનિયલની બન્ને આંખોની કીકી પણ અલગ અલગ રંગની છે આ ઉપરાંત કેટ બોસવર્થ, જોશ હેન્ડર્સન, એલિઝાબેથ બર્કલી, અને એલિસ ઇવા જેવી મોટી મોટી હસ્તીઓને પણ હેટ્રોક્રોમિઆ છે. તે જોતાં એવું કહેવું જરા પણ ખોટું નથી કે આપણી આ નાની ફાતિમાં પણ મહેસાણાના દેદિયાસણ ગામની નાનકડી સેલીબ્રીટી બની ગઈ છે.

આંખના નિષ્ણાતોનું આ બાબતે કહેવું છે કે આવા કિસ્સા હજારોમાં એક હોય છે. આ ઉપરાંત આંખોની કીકી અલગ હોવી તે કોઈ બિમારી નથી. આવી વ્યક્તિને પણ અન્ય સામાન્ય આંખોની જેમ જ બધું સામાન્ય જ દેખાતું હોય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અજાયબ વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.