અલગ રંગના પાણીને કારણે વર્લ્ડ ફેમસ છે આ વોટરફોલ…

વોટરફોલનું નામ સાંભળતાં જ ચહેરા પર ખુશી છવાઈ જાય છે. કુદરતનો સુંદર અને અદભૂત નજારો, ચારે તરફ પહાડો અને પહાડો પરથી નીચે પડતું પાણી… આ વર્ણનથી મગજમાં એક ચિત્ર બની જાય છે. મનને શાંતિ આપનારા નજારાથી વધીને ભાગ્યે જ દુનિયામાં કોઈ બીજી ચીજ હોય.

વોટરફોલનો સુંદર અને શાંતિવાળો મહાલો બધાને ગમે છે. આમ તો, દુનિયામાં એક એકથી ચઢિયાતા વોટરફોલ છે પણ આજે અમે તમને એવા વોટરફોલ્સની માહિતી આપીશું. જે અજીબોગરીબ વોટરફોલની કેટેગરીમાં સામેલ છે. ક્યારેક તેની બનાવટને લઈને ચર્ચા થાય છે, તો ક્યારેક તેના અલગ રંગના પાણીને કારણે તે ફેમસ છે.

હોસ્ટેલ વોટરફોલ, કેલિફોર્નિયા

કેલિફોર્નિયાનો આ વોટરફોલ લગભગ 1560 ફીટની ઊંચાઈથી નીચે પડે છે. ગરમીઓની તુલનામાં અહીં ઠંડીમાં પાણીનું વહેણ વધુ તેજ હોય છે. આ ઝરણાંની સૌથી અજીબ વાત એ છે કે, તેના પાણીનો રંગ ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં બદલાઈ જાય છે. આ વોટરફોલ હોસ્ટેલ ફોલથી બળતરાવાળું ફોલ બની જાય છે. જેમ જેમ રાત થતી જાય છે, તેનું પાણી લાલ થતું જાય છે. જેને જોઈને લાગે છે કે કદાચ આ ઝરણામાં આગ લાગી હશે.

કેમેરોન ફોલ્સ, કેનાડા

આ સુંદર ઝરણું કેનેડાના અલ્બર્ટોમાં સ્થિત છે. આમ તો કેનેડામાં બહુ જ સુંદર સુંદર ફરવાલાયક સ્થળો આવેલા છે. પણ અહીંનું કેમેરોન ફોલ દુનિયાભરમાં પ્રખ્યાત છે. જૂનના મહિનામાં આ ઝરણું સફેદ નહિ, પણ ગુલાબી રંગ ધારણ કરી લે છે. હકીકતમાં જૂન મહિનામાં ભારે વરસાદ પડવાને કારણે ઝરણાના પાણીમાં એગ્રીલાઈટ પદાર્થ મિક્સ થઈ જાય છે. જેને કારણે તડકામાં ઝરણાનો પિંક રંગ વધુ ચમકવા લાગે છે.

રુબી વોટરફોલ, ટેનેસી

આ વોટરફોલ અમેરિકાનો સૌથી ઊંડો વોટરફોલ છે. અહીં દર વર્ષે 4 લાખથી વધુ ટુરિસ્ટ્સ આવે છે. આ ઝરણું કોઈ સુરંગની જેમ દેખાય છે, જેની લંબાઈ 145 ફીટ છે. આ વોટરફોલનું નામ તેની શોધ કરનાર મહિલાના નામ પરથી પાડવામાં આવ્યું છે. કહેવાય છે કે, આ વોટરફોલના પાણીમાં મેગ્નેશિયમની અધિક માત્રા મળી આવે છે.

પામુકક્લે વોટરફોલ, તુર્કી

તુર્કી ભાષામાં પામુકક્લેને રુનો મહેલ કહેવામાં આવે છે. આ ઝરણુ તુર્કીના સાઉથ વેસ્ટમાં સ્થિત છે. આ ઝરણાને 1970માં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપ્યો છે. આ ઝરણાની લંબાઈ લગભગ 8807 ફીટ અને પહોળાઈ 1970 ફીટ છે. આ ઝરણું બહુ જ અનોખું છે. કેમ કે તેના પત્થરનો આકાર છત જેવો બની જાય છે. આ જ કારણે આ વોટરફોલ ટુરિસ્ટ્સમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

અંડરવોટર વોટરફોલ, મોરેશિયસ

મોરેશિયસ મહાસાગરમાં બનેલ અંડરવોટર વોટરફોલ બહુ જ ફેમસ છે. સાંભળીને તમને અજીબ લાગશે, પણ સાગરમાં વોટરફોલ કેવી રીતે હોઈ શકે. આ જ તો આ વોટરફોલની ખાસિયત છે. હકીકતમાં આવું જ છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

તમને કયું ઝરણું પસંદ આવ્યું એ જણાવો, લાઇક કરો આપણું પેજ.

GoGoanime is a free website to watch your favorite anime

Watch animes online free in HD on KissAnime

fmovies 123 movies 123 tv shows hd 123moviesfree 0123movie watch tv shows online free watch tv shows free online watch anime online watch movies online free watch tv shows online free watch free movies online myflixer flixtor watch series online swatchseries soap2day watchmovieshd watchserieshd