આ આદતોનું કરશો પાલન તો શનિદેવ રહેશ સદા પ્રસન્ન…

શનિદેવ ન્યાયના દેવતા છે. તેમને ક્રૂર ગ્રહ તરીકે જોવામાં આવે છે પરંતુ જે વ્યક્તિમાં સારી આદતો હોય તેના પર શનિદેવની કૃપાદ્રષ્ટિ હંમેશા રહે છે. શનિદેવની કૃપાદ્રષ્ટિ સદા તમારા પર રહે તે માટે વધારે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી માત્ર કેટલીક સારી આદતો કેળવવાની જરૂર છે….

નખ કાપવા

જે લોકો નિયમિત રીતે નખ કાપે છે તેને શનિદેવ નડતા નથી. નખ લાંબા રાખવાની આદત શનિની ક્રૂર દ્રષ્ટિને આમંત્રણ આપે છે.

દાન-ધર્મ

જરૂરીયાત ધરાવતી વ્યક્તિને મદદ કરવી, યોગ્ય પાત્રને દાન કરવું તે પણ શનિકૃપા માટે જરૂરી છે. શનિની પનોતી ચાલતી હોય તો ગરીબોને કાળા ચણા, કાળા તલ, અડદની દાળ દાન કરવી જોઈએ. દાન કરનાર તેમજ ધર્મના કાર્ય કરનાર પર શનિદેવ પોતાની કૃપાદ્રષ્ટિ રાખે છે.

કૂતરાની સેવા

કૂતરાની સેવા કરનાર પર પણ શનિદેવ પ્રસન્ન રહે છે. કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવવી જોઈએ આમ કરવાથી શનિદેવ જાતકના કષ્ટ દૂર કરે છે.

image source

શનિવારનો ઉપવાસ કરવો

શનિવારનો ઉપવાસ કરવાથી પણ લાભ થાય છે. શનિકૃપા પ્રાપ્ત કરવા માટે શનિવારે ઉપવાસ કરવો તેમજ ભૂખ્યાને ભોજન કરાવવું. પરંતુ આ કામ પ્રસન્ન ચિત્તથી કરવું જરૂરી છે.

માછલીને ભોજન

આ કામ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. માછલીઓની સપ્તાહમાં ઓછામાં ઓછું એકવાર ભોજન કરાવવું જોઈએ. માછલીઓને દાણા ખવડાવવાથી ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે.

image source

મૃદુભાષી અને પ્રેમાળ બનવું

શનિદેવની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત કરવી હોય તો સૌથી પહેલા પ્રેમાળ બનવું જરૂરી છે. માતા-પિતા કે અન્ય પરિજનોનું અપમાન કરનાર પર શનિદેવની ક્રૂર દ્રષ્ટિ પડે છે. અન્યનું સન્માન કરનાર અને પ્રેમાળ સ્વભાવના લોકોની સહાયતા શનિદેવ કરે છે.