લૉકડાઉન:- ન પૈસા, ન વાહન. પચ્ચીસ દિવસમાં 2800 કિલોમીટરનું અંતર કાપીને ગુજરાતથી પહોંચ્યો આસામ.

લૉકડાઉન:- ન પૈસા, ન વાહન. પચ્ચીસ દિવસમાં અઠ્ઠાવીસસો કિલોમીટરનું અંતર કાપીને ગુજરાતથી પહોંચ્યો આસામ.

– હાલ દેશમાં લૉકડાઉન અમલી છે. ત્યારે એક શખ્સે એક અજીબ અને અશક્ય કાર્ય શક્યમાં કરી બતાવ્યું છે.

અસમમાં નૌગાંવનો રહેવાસી છેતાલીસ વર્ષનો જાદવ ગોગોઈ કામની શોધમાં ગુજરાત આવ્યા હતા. તેઓ ગુજરાતના વાપી જીલ્લાના ઓદ્યોગિક વિસ્તારમાં મજુરીનું કામ કરી રહ્યા હતા. જ્યારે દેશમાં પચ્ચીસ માર્ચે લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો ત્યારે જાદવને કામથી રૂખસદ આપવામાં આવી હતી. ત્યારે તેમને પોતાના ઘરે જવા સિવાય અન્ય કોઈ રસ્તો ન હતો.

પણ કામમાંથી કાઢી નખાયા પછી તેમની પાસે ઘરે જવા ન તો પૈસા હતા કે ન તો કોઈ ખાનગી વાહન. ત્યારે પગપાળા જવા સિવાય તેમની પાસે કોઈ રસ્તો ન હતો. સત્યાવીસ માર્ચે તેમણે વાપીથી પગપાળા જવાનું શરૂ કર્યું. રસ્તામાં જો કોઈ તેમને કટોકટીના સમયમાં પોતાના વાહનમાં બેસાડી લેવામાં આવતું તો તેઓ બેસી જતા અને થોડું અંતર કપાઈ જતું. આમ ચાલીને અને અન્ય દ્વારા ચલાવાતા વાહનમાં બેસીને પણ તેઓને પોતાના ગામ નૌગાવ પહોંચતા પચ્ચીસ દિવસ લાગ્યા. જ્યારે તેઓ નૌગાવના રાહા વિસ્તારમાં આવેલ પોતાના ઘરે પહોંચ્યા ત્યારે રવિવારની રાત હતી.

જ્યારે જાદવે વાપીથી પોતાના ઘરે જવા માટે પગપાળા ચાલવાનું શરુ કર્યું ત્યારે તેમની પાસે હાથખર્ચી માટે ચાર હજાર રૂપિયા જ હતા. ઘર પહોંચતા દરમ્યાન તેમણે ટ્રકવાળાઓએ પાસે મદદ માંગી ત્યારે ટ્રકો દેશમાં જરૂરી વસ્તુઓની આપૂર્તિ માટે સડકો પર દોડી રહી હતી. આ યાત્રા દરમ્યાન તેમનો સામાન મોબાઈલ, પૈસા પણ લૂંટી લેવામાં આવ્યા હતા. જ્યારે તેઓ રાહા પહોંચીને સડકની કિનારે આરામ કરી રહ્યા હતા. ગામવાળાઓએ પોલીસને મોબાઈલ કરીને બોલાવી લીધી.

જાદવનું કહેવું છે કે તે ગંધોરીયા કરોની ગામનો રહેવાસી છે. બિહાર અને બંગાળ થઈને ગુજરાતથી આસામ જવા માટે જ્યારે તેમણે પોલીસ અને સરકારી તંત્ર પાસે મદદ માંગી ત્યારે તે લોકોએ મદદ કરવા માટે મનાઈ કરી દીધી. ત્યારે સત્યાવીસ માર્ચે પગપાળા ચાલવાનું શરૂ કર્યું.

જાદવે આગળ કહ્યું કે લૉકડાઉનને કારણે તેમને પગપાળા ચાલવું મજબૂરી બની ગઈ હતી. બિહારથી વાયા બંગાળથી અસમ પહોંચવા માટે તેમણે પગપાળા જ જવું પડેલું.

રાહાની સ્થાનિક પોલીસની મદદથી જાદવને નૌગાવ સરકારી હોસ્પિટલમાં લઈ જઈને ચેકઅપ કરવા માટે ભર્તી કરવામાં આવ્યા. હાલ તેમની તબિયત સારી છે પણ અન્ય રાજ્યોમાં ફરીને આવ્યા હોવાને કારણે હાલ તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

અહીં આપને જણાવી દઈએ કે લૉકડાઉન દરમ્યાન દેશમાં સામાન્ય લોકો માટે પરિવહન પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અન્ય રાજ્યોમાં કામ કરતાં લોકોના કામ બંધ થવાને કારણે તેમને પોતાના ઘરે જવા સિવાય કોઈ રસ્તો નથી હોતો. જેના કારણે સેકડો લોકોને પગપાળા પોતાના ઘરે જવું પડે છે.